દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ ગુજરાતના આંગણે

દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ ગુજરાતના આંગણે

ભરૂચ:સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નામે ઓળખાતા ભરૂચ નેશનલ હાઈવે નંબર 8નો ટ્રાફિક ડિસેમ્બર મહિનામાં હળવો થશે. ભરૂચ પાસે નર્મદા નદી પર 1344 મીટર લાંબા રૂપિયા 379 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહેલા દેશનાં સૌથી લાંબા કેબલ સ્ટેઇડ (એકસ્ટ્રા ડોઝ) બ્રિજની કામગીરી 90 ટકા પૂર્ણ થઇ ગઇ છે. માત્ર 10 ટકા જ કામ બાકી છે જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાય તેવી શક્યતા છે. નર્મદા નદી પર નિર્માણ પામી રહેલા કેબલ સ્ટેઈડ બ્રિજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. નર્મદા નરી ઉપર નિર્માણ થઈ રહેલા નવા બ્રિજની કેબલ ડિઝાઈન ભારતભરમાં ક્યાંય નથી.