Guj CM congratulates PM for announcement of making a Trust for building Ram Temple

Posted on 05, Feb 2020

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી અને તેમની સરકારે કરોડો હિન્દુઓના શ્રદ્ધા- આસ્થા કેન્દ્ર સમુ ભગવાન રામચંન્દ્રનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય તે માટે દાખવેલી પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થઇ છે તેમ પણ ઉમેર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં એમ પણ જણાવ્યું કે, ૬૭ એકર જમીન રામ મંદિર નિર્માણ અને પ એકર જમીન વકફ બોર્ડને ફાળવીને વર્ષોજૂના આ પ્રશ્નનું પરિપકવતાથી સમાધાન થયુ છે.

તેમણે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયને જનતા જનાર્દન અને સરકારે સુંદર- સુમેળભર્યા વાતાવરણ દ્વારા આવકારીને તથા વર્ષોની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવીને લોકલાગણીને માન આપવા માટે પણ પ્રધાનમંત્રીશ્રીને ધન્યવાદ આપ્યા છે.

Source: Information Department, Gujarat