Latest News

રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ફુટબોલ ગ્રાઉન્ડ, આત્મ નિર્ભર નારી સ્ટુડીયો, ડ્રીલ નર્સરી, મહા કવચ એપ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  Sorry, this entry is only available in English.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૭૦૦થી વધું પોલીસ પરિવારના ઉત્કર્ષ માટેના અને લોકો ઉપયોગી પ્રક્લ્પો ખાતમુહર્ત અને લોકાર્પણની સાથે રાજકોટ પોલીસ દ્વારા ડિઝાઈન કરાયેલી મહા કવચ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરતાં જણાવ્યું હતું કે, પોલીસનું કામ સાચા અર્થમાં પ્રજાના મિત્ર બનીને લોકોનું રક્ષણ કરવાનું છે. ભયમુક્ત ગુજરાત અને શાંત ગુજરાતની દિશામાં નક્કર પગલા ભરીને રાજ્ય સરકારે ગુનાખોરી ડામવા માટે કડક કાયદા બનાવ્યા છે.

  લોકડાઉનદરમિયાન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે,તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે રાજયમાં કાયદો વ્યવસ્થા, સલામતિ અને સુરક્ષા બાબતે કોઇપણ પ્રકારની બાંધછોડ વગર કરવામાં આવતી કડક અમલવારીના પરિણામે ગુજરાત વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યુ  છે.

  રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં રીક્રીએશન અને ડીઝીટલ ટેકનોલોજી એપ્લીકેશનના ઉપયોગ સાથે વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરીને રાજકોટ શહેર પોલીસે રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ કામગીરી બદલ રાજકોટ પોલીસને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપી પોલીસ પરિવારોને શુભકામના પાઠવી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે ડ્રીલ નર્સરીનું પણ લોકાર્પણ કર્યું હતુ. ગુજરાતની આ પ્રથમ ડ્રીલ નર્સરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાશે. મુખ્યમંત્રીશ્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડ સ્પોર્ટસ ગ્રાઉન્ડ નું પણ લોકાર્પણ કરી ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  ચિલ્ડ્રન પ્લે એરિયા નું પણ લોકાર્પણતેમજ અન્ય વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ લાઈન અને કચેરીઓ ખાતે સોલાર રૂફ ટોપ, રામનાથ પરા પોલીસ લાઈન કોમ્યુનિટી હોલ, પોલીસ ચોકીનું નવીનીકરણ, નવા એરપોર્ટ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરીને મુખ્યમંત્રીશ્રી નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને બેટલ અર્પણ કરી હતી.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ ટ્રાફિક જાગૃતિ માસના ભાગરૂપે બાઈક રેલીને ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું.

  રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટ્રાફિક ચલણની ડિજિટલ ડિલિવરી એક નવતર પ્રયોગ છે, જેમાં ઈ મેમો એસ.એમ.એસ.એમ એસ.એમ.એસ દ્વારા પાઠવવામાં આવે છે. ફિઝિકલ ચલણના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે આ કામગીરીને ઓનલાઇન કરવાની રાજકોટ પોલીસની કામગીરી સરાહનીય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સહયોગથી મહાકવચ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે. પોલીસ કમિશનરથી પોલીસ સ્ટેશન ઇન ચાર્જ  સુધીનાની કામગીરી મૂલ્યાંકન કરી વિવિધ ૪૦ જેટલી કામગીરીનું એકીકરણ આ એપ્લિકેશનમાં કરવામાં આવ્યું છે.

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે ત્રણ વિવિધ પુસ્તિકાઓ ટાફીકને લગતા જાહેરનામાં, એકસીડન્ટ એનાલિસ્ટ બુક અને અનલોક બુકલેટનું વિમોચન તેમજ પ્રજાજનોના ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ મૂળમાલિકને મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પરત કરાયા હતા.અત્રેઉલ્લેખનીયછેકે, રાજકોટસાયબરક્રાઇમવિભાગદ્વારાઆશરે૬કરોડથીવધુનીકિંમતનાખોવાયેલામોબાઈલતેમનામાલિકનેપરતઅપાવ્યાછે.

  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ ૯મી ઓપન ગુજરાત ઇન્વિટેશન રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ સી.એન.સી.  ફૂટબોલ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી, જ્યારે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખેલાડીઓને શપથ લેવડાવ્યા હતા. આ તકે ખેલાડીઓ તેમજ પોલિસ પરિવારજનો દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટોસ કરાવી તેમજ ફૂટબોલને કિક-ઓફ દ્વારા પ્રથમ ફૂટબોલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.

  કાર્યક્રમના પ્રારંભમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રીએ પોલીસ પરિવારોને ‘‘સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ’’ની વિભાના સાથે આવાસ ઉપલબ્ધ કરાવી સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

  આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરૂર રોય અને શાંતીબેન મલીક,જ્યોતિ સી.એન.સી.ના પ્રરાક્રમસિંહ  જાડેજા,બાન લેબના શ્રી મૌલેશભાઇ ઉકાણી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતમાં સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુર્શીદ અહેમદે આભાર વિધી કરી હતી.

  આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ગોવિદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીઓ સર્વશ્રી નિતીન ભારદ્વાજ કમલેશ મીરાણી, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, રાજુભાઇ ધ્રુવ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્રી શ્વેતા તીવેટીયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજા, પ્રવિણકુમાર, રૂરલ એસ.પી. શ્રી બલરામ મીના, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, પોલિશ અધિકારીઓ  તથા તેમના પરિવારજનો  ઉપસ્થિત રહ્યા હતા

  Source: Information Department, Gujarat