Latest News

On the auspicious day of Guru Purnima, Guj CM offers prayer at MahaRudrani Jagir temple in Bhuj

    ભુજ તાલુકાથી ૧૫ કિ.મી. દુર આવેલા ઐતિહાસિક એવા શ્રી મહારૂદ્રાણી જાગીર મંદિરે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માતાજીની આરતી ઉતારી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ માતાજી સમક્ષ ગુજરાતની ઉતરોત્તર પ્રગતિની કામના કરી હતી.

    બાળાઓ દ્વારા પરંપરાગત પરિધાનમાં મુખ્‍યમંત્રીશ્રીને આવકાર્યા હતા. મંદિરના અધ્‍યક્ષશ્રી રૂપાભાઇ ચાડ અને મહંતશ્રી લાલગીરી બાપુ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું શાલ, પાઘડી અને સ્‍મૃતિચિહન દ્વારા સ્‍વાગત કરાયું હતું.

    આ પ્રસંગે વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્‍લા કલેકટર સુશ્રી રેમ્‍યા મોહન, એસપીશ્રી એમ.એચ.ભરાડા, ટ્રસ્‍ટી જેઠાભાઇ સોની તથા મોટી સંખ્‍યામાં ભકતજનો ઉપસ્‍થિત રહયા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ ઉપસ્‍થિત લોકોનું અભિવાદન જીલ્‍યુ હતું.

    Source: Information Department, Gujarat