Latest News

Ahead of PM’s 2-day Gujarat visit, CM takes stock of preperations at various event venues

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પંચાયતીરાજ મહાસંમેલન તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનાર ખેલ મહાકુંભ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

    ****

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતી કાલ થી  બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તે પંચાયતી રાજ મહાસંમેલન ના કાર્યક્રમ સ્થળ  જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના  સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

    તેમણે આ કાર્યક્રમો ના સ્થળની  બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સહિત ની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું

    મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર ઉપસ્થિત  અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રી સાથે આ સ્થળોના  નિરીક્ષણ દરમિયાન પંચાયત રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પંચાયત અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર શ્રી સંદીપકુમાર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતિ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.

    Source: Information Department, Gujarat