Latest News

As nation saw the inauguration of blissful destinations near SoU by Hon’ble PM Shri Narendra Modi

  રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-કેવડિયા
  ▪રાષ્ટ્ર કવિ રામધારીસિંહ દિનકરની ‘સચ્ચા ભારત” ની પરિકલ્પના ભારત એક વિચાર, સ્વર્ગકો ભૂ પર લાનેવાલા, ભારત એક ભાવ, જિસકો પાકર મનુષ્ય જગતા હૈ
  ▪સુપ્રસિદ્ધ તમિલ કવિ સુબ્રમણ્યન ભારતીની ચિરકાલીન રચનાના ભાવાનુવાદ”આગે કૌન જગમેં હમસે, યહ હૈ ભારત દેશ હમારા નું ભાવવાહી સ્મરણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણી કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી*
  ***
  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી
  ▪આજનું ભારત તેની સાર્વભૌમત્વ – સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર
  ▪સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર દેશના જ નહીં વિદેશના પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
  ▪આતંકવાદ વૈશ્વિક ચિંતાનો વિષય : વિશ્વના તમામ દેશો, સરકારો અને ધર્મોએ આતંકવાદ સામે એક થવાની જરૂર
  ▪આપણી વિવિધતામાં એકતા એ જ આપણું અસ્તિત્વ
  ▪રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ દાખવી દેશનું ગૌરવ- માન વધારી નવી ઊંચાઇ પર લઇ જવા એકતા દિને સંકલ્પબધ્ધ બનીએ
  ▪સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પર્યટકો માટે દેશની સૌપ્રથમ સી પ્લેન સેવાનો વિકલ્પ ઉમેરાયો
  ***
  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિશ્વની સરદાર સાહેબ ની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સરદાર સાહેબ નેવઆદરાંજલી આપતા જણાવ્યું કે આજનું ભારત તેના સાર્વભૌમત્વ અને સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

  આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ મળી રહ્યો છે. આજનું ભારત સુરક્ષા માટે દેશની સરહદો ઉપર સેંકડો કિલોમીટરના રસ્તાઓ, પુલ અને ટનલો બનાવી રહ્યું છે.

  પ્રધાનમંત્રીશ્રી એ સરદાર પટેલ જયંતિ ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવાની શરૂ કરેલી પરંપરા માં આજે તેમણે કેવડિયા માં આયોજિતરાષ્ટ્રીય એકતા પરેડ ની સલામી ઝીલી હતી.

  શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આ અવસરે આદિ કવિ મહર્ષિ વાલ્મીકિને યાદ કરીને ઉમેર્યું કે એક અદભુત સંયોગ એ છે કે આજે વાલ્મીકી જયંતિ પણ છે. ભારતની સાંસ્કૃતિક એકતાનો જે અનુભવ આપણે કરીએ છીએ એને વધુ જીવંત અને શક્તિશાળી બનાવવાનું કામ સદીઓ પહેલા મહર્ષિ વાલ્મિકી દ્વારા કરવામાં આવ્યું હતું.

  તેમણે આ ઉપરાંત તમિલના આદિ કવિ સુબ્રમણ્યમ ભારતી, જાણીતા હિન્દી કવિ રામધારી સિંહ દિનકરને યાદ કરીને ભારતની એકતા, અખંડિતતા અને આ દેશના સ્વર્ણિમ વારસાનું પણ ભાવસભર સ્મરણ કર્યું હતું.

  વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ આજે લડી રહ્યું છે ત્યારે આ રોગચાળા સામે ભારતે જે રીતે તાકાત અને ઇચ્છાશક્તિથી સામનો કરીને જે લડત આપી છે તે અભૂતપૂર્વ છે. દેશભરમાં કોરોનાની આ લડતમાં માનવ જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોરોના વોરિયર્સ ને યાદ કરીને તેમના સમર્પણને પણ પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે આપેલા આ બલિદાનના ઇતિહાસને આ દેશ ક્યારેય ભૂલશે નહીં એમ તેમણે રાષ્ટ્રજોગ પ્રવચન માં ઉમેર્યું હતું.

  વડાપ્રધાનશ્રી એ કહ્યું કે સોમનાથના પુન:નિર્માણથી સરદાર સાહેબે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો યજ્ઞ શરૂ કર્યો હતો, જે આજે કાશ્મીરમાં ૩૭૦ કલમ નાબુદી તથા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સહિતના કાર્યો થકી અખંડ ભારતના નિર્માણ સુધી વિસ્તર્યો છે.

  આજે આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓ સાથે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ કે જે સશક્ત પણ હોય અને સક્ષમ પણ હોય. જેમાં સમાનતા પણ હોય અને સંભાવના પણ હોય.

  પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે દુનિયાનો આધાર ખેડૂત અને મજદૂર ઉપર રહેલો છે. ત્યારે ખેડુતો અને મજદુરોને સશક્ત કરવા એ અમારો નિર્ધાર છે. ખેડૂત -ગરીબ સશક્ત ત્યારે જ બનશે જ્યારે તે આત્મનિર્ભર બનશે.
  આત્મનિર્ભર ભારતના મિશનને સાકાર કરવા માટે સૌ દેશવાસીઓ આજે સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.

  તેમણે ઉમેર્યું કે દેશની સુરક્ષા કાજે પણ હવે આપણે આત્મનિર્ભર બનવામાં સફળ થઇ રહ્યા છીએ, જેના પરિણામે સીમાઓ ઉપર ભારતની નજર અને નજરીયો હવે બદલાઈ ગયો છે. આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને જડબાતોડ જવાબ મળી રહ્યો છે.

  વૈશ્વિક આતંકવાદ સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે આ આપદાની પરિસ્થતિમાં ”આતંકવાદ” સામે શાંતિના અને માનવતાના ઉપાસકો માટે દેશમાં સૌએ એકજૂટ થવા ઉપર ભાર મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશમાં શાંતિ-ભાઈચારો તથા સદભાવના જ આતંકવાદનો મુકાબલો કરી શકે તેમ છે. ભારતે આતંકવાદની સૌથી વધુ પીડા ભોગવી છે. આતંકવાદ સામે લડતા આ દેશે કેટલાક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે દુનિયાને ”સર્વે ભવંતું સુખીન :” અને ”વસુધૈવ…

   

  રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ કેવડીયા
  ▪સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ
  ▪પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે સરદાર પ્રતિમા ની ભાવપૂર્વક પદપૂજા કરી લોહ પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી
  ▪રાજયની પોલીસ-અર્ધલશ્કરી દળો સહિત વિવિધ સુરક્ષા સંસ્થાઓના ગણવેશધારી દળોએ આપી અનોખી ધ્વજ સલામી
  ▪પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ જનમેદનીને લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ*
  ▪ભારત માતાના જયઘોષથી ગુંજયું સમગ્ર એસ.ઓ.યુ. પરિસર
  ***
  પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની ૧૪૫મી જન્મજયંતિએ વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાની પદપૂજા કરીને ભાવ સભર આદરાંજિલ અર્પી હતી.
  એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી પ્રધાન મંત્રીશ્રી ની પ્રેરણા થી કરવામાં આવે છે.

  પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પૂષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આમંત્રિતોને પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

  સરદાર સાહેબની આ અપ્રતિમ પ્રતિમાના સાનિધ્યમાં રાજયની પોલીસ-અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસ સભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામીથી પ્રધાનમંત્રીશ્રીને આદર આપ્યો હતો.

  રાજયની સુરક્ષા એજન્સીઓના વિવિધ ગણવેશધારી દળોએ શિસ્ત અને શૌર્યસભર આંતરરાષ્ટ્રીય પરેડ રજૂ કરી સૌને રોમાંચિત કર્યા હતા. પરેડમાં સી.આઇ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ., ઉપરાંત ગુજરાત પોલીસ દળોના પોલીસ બેન્ડે શૌર્યસભર સુરાવલીઓ લહેરાવી હતી.

  આ ”એકતા પરેડ ” નું વધુ એક આકર્ષણ હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા નિદર્શિત થયેલા ”સ્પેશ્યિલ વેહીકલ્સ”.

  આ એકતા પરેડમાં આરપીએફ, આઇટીબીપી, એનડીઆરએફ, બીએસએફ, એનએસજી તથા સીઆરપીએફ દ્વારા નિર્મિત કોમ્બેટ વેહીકલસ પ્રદર્શિત કરવામાં હતા.

  આ તબક્કે ગુજરાત પોલીસનું ”બૉમ્બ ડિસ્પોઝલ પ્રોટેક્શન વેહિકલ” (બીડીપીવી) તથા સીઆરપીએફની ”વિમેન વોરિયર્સ”ની છઠ્ઠી બટાલિયનને મંત્રમુગ્ધ કરી નાખે તેવા કૌશલ્યો દર્શાવ્યા હતા.

  ગુજરાત સરકારના યુવક-સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડેડીયાપાડા તથા સાગબારાના આદિવાસી યુવાઓએ કોવિડ -19ની ગાઈડલાઈન જાળવીને પરંપરાગત ”ડાંગી નૃત્યો ” રજુ કર્યા હતા.
  આ સમયે વાયુસેનાના શાનદાર લડાકુ વિમાન જગુઆર દ્વારા તેજ ઉડાન સાથે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી.

  આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપસિંગજી પૂરી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા સહિત પદાધિકારી, ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   

  એક ભારત શ્રેષ્ઠ ભારત
  રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી: કેવડિયા
  ▪વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી
  **
  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

  આ પ્રતિજ્ઞા અક્ષરસઃ આ મુજબ છે
  હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ

  હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે*. *હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની દ્વિતીય વર્ષગાંઠે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં કેવડીયા ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી.

   

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કેવડીયાના પ્રવાસે
  ▪૧૪૫ મી સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે
  ▪પ્રથમ ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ
  ▪આરોગ્ય વન”, ”ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” તથા ”એકતા મોલ” ભારતીય પ્રાચીનતમ ચિકિત્સા પધ્ધતિ, પોષણ તથા હસ્તકલાના વૈવિધ્યસભર વારસાને જાણવાના ”સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન” હોવાનો મત વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
  ▪રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ
  ****
  ¤ આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું કર્યુ લોકાર્પણ
  ¤ ૧૭ એકરમા પથરાયેલા આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વઃ ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા
  ¤ ૩૫૦૦૦ ચો.મી વિસ્તારમાં પથરારેલો વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી સંચાલિત ચિલ્ડ્રન થીમ બેઈઝ ન્યુટ્રિશન પાર્ક
  ¤ સ્ટેચ્યુ ઑફ યુનિટી ના આકર્ષણમા વધારોઃ પ્રવાસીઓને માણવા મળશે આહલાદક નજરાણા
  **
  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણામાં આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કર્યા હતા.

  આ વેળાએ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા.
  પ્રધાનમંત્રીશ્રી એ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫ મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સ ના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.આ તમામ પ્રોજેકટસ સ્ટેચ્યુ ઑફ યુનિટી ના આકર્ષણમા વધારો કર્યો છે જે પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે.

  કેવડીયા ખાતે આ લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ શ્રી ડૉ.અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ.રાજીવ ગુપ્તા એ આ પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી વડાપ્રધાનશ્રી ને આપી હતી.આ બધા જ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે

  આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે,કેવડિયા સ્થિત ” ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ” પોષણને સ્પર્શતા અનેકવિધ આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે. અહીંનું એક મહત્વનું આકર્ષણ છે : ટ્રેન રાઈડ, જે તમને અલગ-અલગ સ્થળે લઇ જઈને વિધવિધ આકર્પણો દર્શાવશે.

  ”આરોગ્ય વન ” નું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, ‘આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ છે ”

  એકતા મોલ ના ઉદ્ઘાટન સમય વડાપ્રધાન મોદી અત્યંત રોમાંચ અનુભવતા હતા, આ સ્થળ વિષે શાબ્દિક નિરૂપણ કરતા તેમણે જણાવ્યું હતું કે, એકતા મોલ ભારતના વૈવિધ્યપૂર્ણ હસ્તકલાના વારસાને એક જ સ્થળે પામવાનું સંગમસ્થાન છે. અહીં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારતના રાજ્યોએ નિરૂપિત કરેલા હસ્તકલાના નમૂનાને માણ્યા હતા

  વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થયેલ પ્રથમ ચરણાના પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ

  ¤ આરોગ્ય વન:- માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે.
  આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.

  અહિના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.

  એક્તા મોલ
  – દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.

  ¤ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
  અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે.

  પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે.
  વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

   

   

  Source: Information Department, Gujarat