મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગર ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી – NDAના કમાન્ડન્ટ અને લાઈટ ઈન્ફેન્ટ્રી – કર્નલ ઓફ ધી મરાઠા લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મુલાકાત પ્રસંગે લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ સ્મૃતિ ચિન્હ ભેટ આપીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા PVSM, AVSM, SM, VSM અસીત મિસ્ત્રી ભારતીય સેનામાં લેફ્ટેનન્ટ જનરલ જેવા ઉચ્ચ પદે સેવા આપનારા ત્રીજા ગુજરાતી તરીકે સેવારત છે.
Source: Information Department, Gujarat