Latest News

Gujarat glitters with development works worth Rs 13K Cr done in just 9 days on completion of 5 yrs of government

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન સરકારના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ૪૮ લાખ પ૬ હજાર લાભાર્થીઓને રૂ. પ૦૬૫ કરોડના લાભસહાય

    ૧૩ હજાર કરોડના .૧૬ લાખથી વધુ વિવિધ વિકાસ કામોના લોકાર્પણખાતમૂર્હતકાર્યારંભ : ૩૩ જિલ્લાઓમાં ૧૬૦૪૮ કાર્યક્રમો યોજાયા

    શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જન સેવા કાર્યયજ્ઞના નવ દિવસની સફળતાની વિસ્તૃત વિગતો આપી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના’’ મંત્ર સાથેના જનસેવા કાર્યોના નવ દિવસીય સેવાયજ્ઞમાં ૪૮ લાખ પ૬ હજાર જેટલા લાભાર્થીઓને રૂ. પ૦૬૫ કરોડના સહાય લાભ પહોચાડવામાં આવ્યા છે.

    શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જનસેવા યજ્ઞ અનુષ્ઠાનની સફળતાની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓમાં ૧૬૦૪૮ જેટલા વિવિધ કાર્યક્રમો દ્વારા ૧૩ હજાર કરોડ રૂપિયાના ૧ લાખ ૧૭ હજાર વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કાર્યારંભ કરવામાં આવ્યા છે.

    શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ નવ દિવસીય જન સેવાયજ્ઞ અનુષ્ઠાનમાં કુલ મળીને ૧૮ હજાર ૬૮ કરોડથી વધુના સેવાકીય કાર્યો, લાભ સહાય લોકોને પહોચાડયા છે.

    તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઇડ લાઇન્સ સાથે યોજાયેલા કાર્યક્રમોમાં ર૧ લાખ ૪પ હજાર જેટલા લોકો સહભાગી થયા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો પણ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.

    શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તારીખ ૧ ઓગસ્ટ થી 9 ઓગસ્ટ દરમ્યાન જ્ઞાનશક્તિ દિવસ, સંવેદના દિવસ, વિના મૂલ્યે અનાજ વિતરણ દિવસ, નારી ગૌરવ દિવસ, કિસાન સન્માન દિવસ, રોજગાર દિવસ, વિકાસ દિવસ, શહેરી જનસુખાકારી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લીધો છે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની સરકારના પાંચ વર્ષના કાર્યોની ઝાંખી જનતા સુધી પહોંચાડવાના યજ્ઞની શરૂઆત જ્ઞાનશક્તિ દિવસ કાર્યક્રમથી કરવામાં આવી હતી એમ તેમણે ઉમેર્યું હતું.

    શિક્ષણમંત્રી શ્રીએ જણાવ્યું કે, ‘પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના”ની થીમના આધારે ”જ્ઞાન શક્તિ દિવસ” અંતર્ગત રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાયા હતા. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા વર્ગ ખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું. તદઉપરાંત શાળાઓના ઓરડાઓનું લોકાર્પણ તેમજ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે.

    આ દિવસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અંતર્ગત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના,શોધ યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન્સ પોલિસી હેઠળ અનુદાન અને નમો ઈ-ટેબલેટ અંતર્ગત રૂ. 4.99 કરોડના ખર્ચે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.

    આમ, સમગ્રતયા જ્ઞાન શક્તિ દિવસે 3774 કરોડ 24 લાખના ખર્ચે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી તેમજ રૂપિયા 5 કરોડના ખર્ચે 18,754 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું એમ શિક્ષણમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

    શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, પાંચ વર્ષના સેવાકાર્યો લોકો સુધી પહોંચાડવાના કાર્યોનો બીજો યજ્ઞ સંવેદના દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજયભરમાં ૪૩૩થી વધુ સેવાસેતુ કાર્યક્રમોનુ આયોજન થયું હતું.

    સંવેદના દિવસ રાજ્યનાં નાગરિકોની સેવા માટે સાચા અર્થમાં સેતુ બન્યો હતો. સમગ્ર રાજ્યમાં ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા – મહાનગરપાલિકા ક્ક્ષાએ સેવા સેતુના કાર્યક્રમો યોજાયા હતા.

    આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એક જ દિવસમાં 8 લાખ 24 હજારથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ કાર્યક્રમોમાં મળેલી રજૂઆતો પૈકી ૯૯.૬૩ ટકા રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામા આવ્યો છે.

    આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૭ જેટલી સેવાઓ આવરી લેવાઇ છે. રાજ્યમાં કુલ ૮,૨૩,૫૮૪ અરજદારોએ ઉપસ્થિત રહી જુદી જુદી સેવાઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજીઓ આપી હતી તે પૈકી ગ્રામ્ય કક્ષાએ ૫,૭૭,૪૪૭ અને શહેરી વિસ્તારમાં ૨,૪૬,૧૩૮ રજૂઆતો મળી હતી. આમ કુલ મળેલી રજૂઆતો પૈકી ૮,૨૦,૫૧૩ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો હતો એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, સૌને અન્ય સૌને પોષણ અન્વયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે રાશન આપવાના સેવાયજ્ઞનો ઉગતા સૂર્યના પ્રદેશ દાહોદ ખાતેથી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો હતો.

    આ દિવસે સમગ્ર રાજ્યમાં 14,885 કાર્યક્રમોમાં 17 લાખ 51 હજાર લોકો જોડાયા હતા. એટલું જ નહીં ગરીબોને મફત અન્ન વિતરણની કામગીરી માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું

    શિક્ષણમંત્રી શ્રીએ નારી ગૌરવ દિવસ અંગેની વિગતો આપતા જણાવ્યુ કે, “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘નારી શક્તિ’ના સશક્તિકરણ માટે રાજયભરમાં 109 જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧પ હજારથી વધુ સખીમંડળોની બહેનોને વગર વ્યાજે રૂ. 161 કરોડ 53 લાખનું ધિરાણ આપવામાં આવ્યુ હતું.

    નવ દિવસીય યજ્ઞના ચોથા દિવસે 194 કરોડ રૂપિયાના ખર્ચે 16,521 કામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. આંગણવાડી, કચેરીઓના મકાનો, લુણાવાડા અને નવસારી ખાતે નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ વિવિધ મકાનો તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયુ હતુ એમ તેમણે ઉમેર્યું હતું.

    કિસાન સન્માન દિવસ અંગે વાત કરતા શિક્ષણમંત્રી શ્રીએ જણાવ્યું કે, ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અને ‘સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.

    આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, કિસાન સન્માન દિવસે રાજ્યના 3 લાખ 21 હજાર ખેડૂતોને રૂપિયા 162 કરોડ 11 લાખના ખર્ચે વિવિધ લાભ-સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

    ખેડૂતો દિવસે કામ અને રાત્રે વિશ્વામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારી 121 સબ સ્ટેશન તેમજ 549 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1 લાખ 18 હજાર ખેડૂતોને દિવસે વિજળી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. તદઉપરાંત, 6 ફામર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) ને મંજૂરી પત્ર પ્રદાન કરાયા તેમજ ૭૯ કરોડ રૂપિયાના ખર્ચે બીજ નિગમ ગોડાઉનનું ખાતમૂહર્ત પણ કરવામાં આવ્યું હતું.

    શિક્ષણમંત્રી શ્રીએ જણાવ્યું કે, ‘રોજગાર દિવસ’ નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે રાજ્યવ્યાપી તમામ જિલ્લાઓને આવરી લઇને કુલ 52 સ્થળોએ યુવાઓને નિમણૂંકપત્રોના વિતરણના કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.

    તેમણે ઉમેર્યું કે, આ રાજ્યવ્યાપી કાર્યક્રમોમાં મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ સંવર્ગની ભરતીઓમાં ઉત્તીર્ણ થયેલા રાજ્યભરના શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ, કોર્પોરેશનમાં નિમણૂંક પામેલા તથા રોજગાર મેળાઓમાં પસંદગી પામેલા કુલ 61,000 ઉપરાંત ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા હતા.

    શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વિકાસ દિવસના અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહનમંત્રીશ્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જનસુખાકારી માટે રૂપિયા 5436 કરોડથી વધુના ખર્ચે 77,450 કામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે દ્રષ્ટિવંત આયોજન થકી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા સર્વાંગી વિકાસને અવિરત આગળ વધારવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.

    શિક્ષણમંત્રી શ્રીએ જણાવ્યું કે, વિકાસ દિવસ નિમિત્તે સાંજે હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે રાજ્યભરમા રાજ્યભરમાં ૯૦.૦૬ મેટ્રીકટનના ૧૧૮ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ છે, જેમાં અમદાવાદ જિલ્લામાં ૧૯, ગાંધીનગર જિલ્લામાં ૧૭, વડોદરા જિલ્લામાં ૨૨, સુરત જિલ્લામાં ૧૯ અને રાજકોટ જિલ્લામાં ૨૨ પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતું.

    તદ્ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓ માટે ૫૧ જેટલા કોરોના માટેના RTPCR ટેસ્ટીંગ મશીનો તથા ૨૦૦ જેટલા વેન્ટીલેટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ. તેમજ જ્યારે કોવિડ-૧૯ દરમિયાન શ્રેષ્ઠ સેવાઓ આપનાર ૭૦ જેટલા કોરોના વોરિયર્સનું તથા વેક્સીનેશન ક્ષેત્રે ૧૦૦ ટકા કામગીરી કરનાર ૧૨૧ જેટલા સરપંચોશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એમ તેમણે ઉમેર્યું હતું.

    શિક્ષણમંત્રી શ્રીએ શહેરીજન સુખાકારી દિવસે અંગેની માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજન સુખાકારી દિવસે શહેરી સુવિધાઓ વૃદ્ધિ કરતા રૂ. ૬૦૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ગ્રાન્ટ વિતરણની ભેટરાજ્યના શહેરીજનોને આપી હતી.

    તેમણે જણાવ્યું કે, રાજ્યની ૮ મહાનગરપાલિકામાં રૂ. ૩૨૧૪ કરોડના ૪૧ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૭૨૪ કરોડના ખર્ચે ૭૫ વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. આમ કુલ રૂ. ૩૯૩૯ કરોડના ૧૧૬ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો લાભ કુલ ૮ મહાનગરપાલીકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરને મળ્યો હતો.

    ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૬૨૫ કરોડના ૨૦૬ વિકાસકામોના ખાતમુહૂર્ત અને રૂ. ૪૩૬ કરોડના ૧૪૯ વિકાસકામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યના નગરો-મહાનગરોને કુલ રૂ. ૩૮૪૦ કરોડના ૨૪૭ વિકાસકામોના ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૬૧ કરોડના ૨૨૪ વિકાસકામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું.

    શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરીજન સુખાકારી દિવસે રાજ્યની ૮ મહાનગરપાલીકાને રૂ. ૮૧૦.૫૦ કરોડની ગ્રાંટ અને અ-બ-ક-ડ વર્ગની વિભિન્ન નગરપાલીકાઓને કુલ રૂ. ૧૮૯.૫૦ કરોડની ગ્રાંટ રાજ્ય સરકારે ફાળવી છે જે રાજ્યના શહેરી વિસ્તારોમાં વિવિધ વિકાસ કામો કરવામાં ઉપયોગી બનશે.

    વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદ મહાનગરપાલીકાને શહેરની જૂનીપુરાણી ડ્રેનેજ લાઈનને ટનલમાં રૂપાંતરિત કરવા માટે તથા ટ્રીટેડ વોટરના નવા ધારાધોરણ મુજબ એસ.ટી.પી. પ્લાન્ટ ઊભા કરવા માટે રૂપિયા ૩૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરના જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો હતો.

    મુખ્યંત્રીશ્રીએ નર્મદા જિલ્લાના રાજપીપળાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ. 2367 કરોડના વિવિધ વિભાગોનાં 3160 વિકાસકામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાતમુહર્ત સંપન્ન કર્યા હતા.

    એટલું જ નહીં, 39 એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ હળપતિ તથા વ્યક્તિગત આવાસ યોજના,  ધિરાણ યોજના, માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના, કૃષિ કિટ વિતરણ યોજના, વન અધિકાર અધિનિયમ તથા સિકલસેલ અને ટી.બી.ના દર્દીઓને તબીબી સહાય યોજના તેમજ આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભોનું વિતરણ કર્યુ હતું.

    શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે ગુજરાતની આ સતત અવિરત વિકાસ યાત્રાનો સંપૂર્ણ શ્રેય જનતા જનાર્દને પાછલા બે-અઢી દાયકાથી અમારામાં મૂકેલા વિશ્વાસ અને ભરોસાને સમર્પિત કરીએ છીયે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ-ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના કુશાગ્ર માર્ગદર્શનમાં ગુજરાત આવનારા વર્ષોમાં પણ સર્વગ્રાહી વિકાસના વૈશ્વિક બેંચ માર્ક સર કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

    Source: Information Department, Gujarat