મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે બિહારના IT મંત્રી શ્રી જીવેશ મિશ્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિ રૂપે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની પ્રતિકૃતિ ભેટ આપીને મંત્રી શ્રી જીવેશ મિશ્રાનું સ્વાગત કર્યું હતું. જ્યારે મંત્રી શ્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રીશ્રીનું બિહારની પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. IT મંત્રી શ્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘સીએમ ડેશબોર્ડ’ની મુલાકાત કરીને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat