મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમા શ્રી અખિલ આંજણા યુવા મંડળ દ્વારા સ્નેહમિલન તથા સન્માન અને વિધાર્થીઓને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્નેહમિલન સમારોહ પ્રસંગે કહ્યું કે ” રાજ્યના અને દેશમા જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ સુધી ચૌધરી સમાજનું નામ ગૌરવશાળી તરીકે રહ્યું છે. માત્ર એક જ સમાજ નહી પણ તમામ સમાજના નાનામાં નાના અને છેવાડાના માણસનો વિકાસ કાર્યોથી અને યોજનાકીય લાભથી લાભાન્વિત થાય તે પ્રકારનું સુદ્રઢ આયોજન સરકાર દ્વારા સતત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કોઈપણ સમાજની તાકાત છે એની એકતા. સમાજની પ્રગતિ માટે એકત્રિત થયેલા સમાજથી ઉન્નતિ થાય છે. સમાજ માટે સેવાકીય કાર્યો કરવાની તત્પરતા ધરાવતા જન સેવકો માટે સરકાર પણ તેમની પડખે ઉભી રહી સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જવાબદારીપૂર્ણ નિભાવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમાજ અથવા રાષ્ટ્રના દાયકાઓ સુધીનો ટકાઉ વિકાસ શિક્ષણ ઉપર નિર્ભર છે. દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓનું સમાધાન નિરાકરણ શિક્ષણમાં રહેલું છે માટે સમાજને શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસ સાધવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ચૌધરી સમાજ એ ખુબ મહેનતું સમાજ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આંજણા સમાજ દ્રારા સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો વ્યાપ વધારીને આજે તેઓ દેશ વિદેશમાં અગ્રેસર બન્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના નવોન્મેષ વિચારો અને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ થકી વિધાર્થીઓ નવી ઉંચાઈઓને આંબશે તથા આત્મનિર્ભર ભારત અભિયાનમા તમામ સમાજનો સહયોગ મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સ્નેહમિલન સમારોહમા ચૌધરી સમાજના અગ્રણીઓ,યુવાઓ, પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં શિકારપુરા-રાજસ્થાન ના શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી દયારામજી મહારાજ, બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજસ્થાન-ઝાલોરના સાંસદશ્રી દેવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, વિવિધ બિલ્ડર્સ ગૃપ,ઈનામના દાતાઓ, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat