Latest News

Chief Minister inspects various road development works on Ahmedabad-Rajkot Highway

    મુખ્યમંત્રીશ્રી  શનિવારે સવારે ગાંધીનગર થી મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા

    મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ્રી સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

    તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી

    શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની  માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.

    Source: Information Department, Gujarat