Latest News

Chief Minister participates in the ICAI Members Meet held at Ahmedabad

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 5 ટ્રિલિયન ઈકોનોમીના સંકલ્પને પૂરો કરવામાં ICAIનો રોલ ખૂબ મહત્વનો રહેવાનો છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

******

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે 5 ટ્રિલિયન ઈકોનોમી તેમજ ઈન્ડિયાની આર્થિક પ્રગતિનો સંકલ્પ સેવ્યો છે તેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટસ તેમજ ICAIનો રોલ  ખૂબ મહત્વનો રહેવાનો છે.

અમદાવાદ ખાતે  આયોજિત ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં વિશ્વના મોટા મોટા દેશ જ્યારે થાકી ગયા હતા અને દેશનો આર્થિક વિકાસ પણ રૂંધાઈ ગયો હતો ત્યારે નરેન્દ્રભાઈએ  આત્મનિર્ભર ભારતનો રોડમેપ તૈયાર કર્યો. આ રોડ મેપને કારણે આજે દરેક ક્ષેત્ર આત્મનિર્ભર બનાવવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે.

ગુજરાત પણ શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં અનેક પથ પર પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સૌ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને  અપીલ કરતા કહ્યું કે તેઓ દેશના આર્થિક વિકાસ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થાય.

આ અવસરે ICAI વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનિકેત તલાટીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં ICAIની ૧૧ શાખાઓ છે તેનું ગર્વ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી જે અબ્દુલ કલામ માનતા હતા કે ‘ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ આર ધ પાર્ટનર ઓફ ધ નેશનબિલ્ડિંગ’ …

તેમના આ સૂત્ર-વિચાર સાથે આજે આપણે આગળ વધી રહ્યા છીએ.

શ્રી અનિકેત તલાટીએ જણાવ્યું કે આજે ICAI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નોર્થ ઇસ્ટના કોઈપણ વિદ્યાર્થી જો ગુજરાતમાંથી આ કોર્ષ કરે તો તેમને ૭૫%ની ફી માફ કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે ICAIએ દુનિયાનું બીજા નંબરનું એકાઉન્ટન્ટ ઇન્સ્ટિ્યૂશન બની ગયું છે. કોરોનાના કારણે આ વર્ષે ૧૦૦૦૦ લોકોએ સી.એ ની પરીક્ષા આપી જેમાંથી ૯૦૦૦ લોકો પાસ થયા અને ૧૧૦૦૦ રોજગારી એકાઉન્ટિંગની ફિલ્ડમાં ICAI કેમ્પસ પ્લેસમેન્ટમાંથી જ આવી છે જે આપણા માટે આનંદની વાત છે. એટલુ જ નહી આપણે વર્લ્ડ કોંગ્રેસ એકાઉન્ટિંગ મુંબઈમાં હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.

ભૂષણ ખંડેલવાલ અને સી સી એમ પુરુષોત્તમભાઈ દ્વારા ICAI ના પ્રેસિડેન્ટ શ્રી દેબાશિસ મિત્રનું ખાદી ચરખો આપી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ICAIના પ્રેસિડેન્ટ દેબાશિષ મિત્ર, પૂર્વ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ તેમજ મોટી સંખ્યામાં ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat