Latest News

Chief Minister visits Trimandir Temple in Junagadh

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢના બાયપાસ રોડ સ્થિત દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ નિર્મિત શ્રી ત્રિમંદિરના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.

    જૂનાગઢમાં તા.૭ મી થી તા.૯મી જાન્યુઆરી સુધી દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ  દ્વારા નવનિર્મિત ત્રિમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢમાં ડો.સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા.        આ કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રીશ્રી નવનિર્મિત ત્રિમંદિરના દર્શને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શિવજી, શ્રીકૃષ્ણ અને તીર્થકર ભગવાન શ્રી મંન્ધર સ્વામીના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત દાદા ભગવાન ફાઉન્ડેશનના મહાત્માશ્રીઓ દ્વારા પુષ્પગૂચ્છથી કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, જૂનાગઢના મેયર શ્રી ધીરૂભાઈ ગોહિલ, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તેમજ  સંગઠનના પદાધિકારીઓ તેમજ દાદા ભગવાન ફાઉન્ડેશન પરિવારના સભ્યો જોડાયા હતા.

    Source: Information Department, Gujarat