મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના સર્વાંગી વિકાસની ધરોહર સમાન માર્ગોના નવિનીકરણ સંદર્ભે અમદાવાદ-બામણબોર-રાજકોટ માર્ગને રૂ. ૩૪૮૮ કરોડથી વધુના ખર્ચે સિક્સ લેન કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવેલ મંજૂરી અનુસાર આ છ માર્ગીય રોડનું બાંધકામ ખર્ચ અંદાજિત રૂ.૨૬૩૮ કરોડ તથા કન્ટીજન્સી સહિત જમીન સંપાદન વગેરે રૂ. ૮૫૦ કરોડ મળી કુલ રૂ. ૩૪૮૮ કરોડનો ખર્ચ કરાશે.
આમ, અમદાવાદ-રાજકોટનો છ માર્ગીય રસ્તો કુલ ૨૦૧ કિ.મી. જેટલો લાંબો નિર્માણ થશે. જેમાં મુખ્યત્વે બગોદરા, લીંબડી, સાયલા, બામણબોર સહિતના શહેરોને સાંકળી લેવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્ર તરફના પરિવહનમાં વેગ આવશે તેમજ લોકોના સમયની બચતની સાથે ઇંઘણનો પણ બચાવ થશે. બી.ઓ.ટી.ના ધોરણે નિર્માણ થનાર આ છ માર્ગીય રસ્તા પરના ટોલટેક્સની આવક ગુજરાત માર્ગ વિકાસ નિગમને મળશે.
Source: Information Department, Gujarat