Latest News

CM Attends Gyan Satra Jointly Organized by Akhil Bharatiya Yog Vidya Sangh and Bhagwat Vidypeeth

    યોગ એ આપણાં ઋષિમુનીઓએ વિશ્વને આપેલી સમૃધ્‍ધ સ્વાસ્થ્યની ભેટ છે – મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

    અખિલ ભારતીય યોગ વિદ્યા – પ્રાકૃતિક સંઘ અને ભાગવત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ જ્ઞાન સત્રનો પ્રારંભ

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અખિલ ભારતીય યોગ વિદ્યા – પ્રાકૃતિક સંઘ અને ભાગવત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા યોગ જ્ઞાનસત્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આધુનિક જગતમાં સ્‍ટ્રેસફુલ જીવનશૈલીમાં તનાવમુકિત અને રોગમુકિત માટે યોગ અત્યંત આવશ્યક છે.

            આપણાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ યોગની મહત્તા વિશ્વને સમજાવવા ર૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ શરૂ કરાવી છે. મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, યોગ એ આપણી પુરાતન સંસ્‍કૃતિ છે

            આપણાં ઋષિમુનીઓએ આપેલી આ અણમોલ ભેટ આપણાં જીવનમાં વણી લેવા માટે આહવાન કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, યોગ એ આત્‍માને પરમાત્‍મા સાથે જોડવાનું ઉત્તમ સાધન છે. યોગની મહત્તા વધારવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારે યોગ યુનિવર્સીટીની રચના પણ કરી છે.

            મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આપણે સ્‍વયંમ આપણાં સ્‍વાસ્‍થ્ય પ્રત્‍યે સજાગ અને જાગૃત રહીએ અને આપણી પ્રાચિન અને ગૌરવમયી ચિકિત્‍સા પધ્‍ધતિને જીવનનું અંગ બનાવીએ. આજ સ્‍વસ્‍થ જીવનનો આધાર છે.

            શ્રી વિજયભાઇ રૂપાણીએ નિયમીત વ્યાયામ-યોગ-પ્રાણાયામ અને સંયમિત જીવનશૈલીથી સર્વેભવન્તુ સુખિન: સર્વેસન્તુ નિરામયા:નો ધ્યેય પાર પાડવા પ્રેરણા આપી હતી.

            ત્રિદિવસીય આ યોગ જ્ઞાન સત્રમાં મુખ્‍ય મંત્રીશ્રીના વરદહસ્‍તે અખિલ ભારતીય યોગ વિદ્યા અને પ્રાકૃતિક સંઘ દ્વારા તૈયાર કરાયેલ માર્ગદર્શક પુસ્‍તિકાનું વિમોચન કરાયું હતું.

            આ યોગ જ્ઞાન સત્રમાં અખિલ ભારત યોગ વિદ્યા અને પ્રાકૃતિક સંઘના શ્રી બહાદુર ભાગ્‍યાએ યોગ અને પ્રાકૃતિક જીવનશૈલી અને તેની અગત્‍યતા વિષે માર્ગદર્શક વકત્‍વય આપ્યું હતું.

            આ કાર્યક્રમમાં અખિલ ભારતીય યોગ વિદ્યા અને પ્રાકૃતિક સંઘના તજજ્ઞશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat