શ્રી પીંપળેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-સન્માન કરાયું
આધ્યાત્મિક વિકાસ એ માનવ સંસ્કૃતિનો આધાર સ્તંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મહેસાણા તાલુકાના સાલડી ગામે પીંપળેશ્વર મહાદેવના કળશ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યયમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે ધર્મ માનવીને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ દર્શાવે છે.તેમણે ઉમેર્યું હતું કે ધર્મ થકી મનુષ્ય કલ્યાણના પંથે ચાલે છે .કુદરત આપણને જીવન અને મૃત્યુનો સંદેશ આપે છે તેમ જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શિવ અને જીવનું મિલન એટલે ભક્તિ થકી મુક્તિ.જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા લઇ માનવી મોક્ષ મેળવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે મંદિરો અને સંતો સંસ્કૃતિના પાયા સમાન છે.આધ્યાત્મિક વિકાસ એ માનવીના સંસ્કૃતિનો આધાર સ્તંભ છે.જેથી સંતો અને મંદિરના સમાગમથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહેસાણા તાલુકાના સાલડી ગામે કાશી વિશ્વનાથ તરીકે પ્રચલિત શ્રી પીંપળેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી મંદિરના સામરણ કળશ પૂજા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ્ર સહિત ગ્રામજનો દ્વારા કરાયું હતું
શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર નિર્માણમાં કાર્યરત શિલ્પીઓનુ્ં સન્માન કરવમાં આવ્યું
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાલડી ગામે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યસભાના સંસદ જુગલસિંહ લોખંડવાલા,માણસના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,અગ્રણી જશુભાઇ પટેલ,શ્રી પીંપળેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ,શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ,લાંઘણજ,સાલડી,વડસ્મા સહિત આજુબાજુના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat