Latest News

CM chairs high-level meeting, reviews current situation related to Covid-19 & Omicron in the State

    આરોગ્ય મંત્રી- આરોગ્ય રાજ્યમંત્રી – મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો બેઠકમાં સહભાગી થયા

    ……

    રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

    આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના ૭૦ હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે.

    તેમણે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્યઆયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી.

    આ બેઠકમાં પ્રેઝન્ટેશન દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં  બે ડોઝની  ૮૫ ટકા અને એક ડોઝમાં ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

    Source: Information Department, Gujarat