Latest News

On the founding day of Gujarat, CM Dashboard to interact with village sarpanchs under “Maru Gam, CoronaMukt Gam” campaign

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર-કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરી જરૂરત જણાય તેવા ગ્રામજનોને આઇસોલેટ કરીએ
  • સ્ટાન્ડર્ડ દવાઓનું વિતરણ-આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-રહેવાની વ્યવસ્થા ગામના આગેવાનો-યુવાનો ઉપાડે
  • દરેક ગામમાં ૧૦ વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા – ગ્રામજનોનું સર્વેલન્સ – ગામ સેનિટાઇઝ જેવા સઘન ઉપાયો અપનાવીએ
  • ગામમાં નાકાબંધી કરી જરૂરિયાત પૂરતું જ અવર-જવર કરવા દઇએ-સરકારના નિયમંત્રણોનું ચુસત પાલન કરીએ

-: રાજ્યપાલશ્રી :-

  • રાજ્યનો દરેક વ્યક્તિ પોતાને કોરોનાથી બચાવવાની પ્રતિજ્ઞા-સંકલ્પ કરશે તો આખું ગામ- રાજ્ય કોરોનાથી અવશ્ય બચી જશે
  • NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય

…..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી ૧પ દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી.

આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન તેમણે કર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે ૧૦ વ્યક્તિઓની એક કમિટિ બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌ ગ્રામજનોને તાકીદ કરી કે ૧પ દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરીએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે જ.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, દરેક ગ્રામજન પોતાના ઘર પરિવાર સાથોસાથ ગામની પણ સામુહિક ચિંતા કરશે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સોશિયલ ડીસ્ટન્સીંગ, માસ્ક, વારંવાર હાથ ધોવા અને ભીડભાડ ન રાખવી જેવા નિયમો અપનાવશે તો કોરોના સામેની આ બીજી લ્હેરમાં પણ આપણે જંગ જિતી શકીશું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત કોરોનામુકત બને એ દિશામાં સૌ કોઇ રાજ્યના આ સ્થાપના દિવસથી સંકલ્પ લઇને જાગૃતિ-સતર્કતા દાખવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

તેમણે રાજ્ય સરકારે કોરોના સંક્રમિતોની સારવાર-વ્યવસ્થા માટે અપનાવેલી રણનીતિ, બેડ, ઓકસીજન વ્યવસ્થા વગેરેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં માર્ચ મહિનામાં ૪૧,૮૭૦ બેડ હતા જે આજે ૧ લાખની ઉપર પહોચ્યા છે. ઓકસીજન અને આઇ.સી.યુ બેડ પણ ૩.પ ગણા વધયા છે તે ૧૬૦૪૩માંથી પ૭૦૭૩ થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોનાની બીજી લહેર વધુ વ્યાપક અને તીવ્ર છે ત્યારે દરેક વાતનો વિરોધ કરવાવાળા અને પાણીમાંથી પોરા કાઢવા વાળાને ભગવાન સદબુદ્ધિ આપે. સરકારે રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા જે કંઇ કર્યુ છે તેને પરિણામે જ મૃત્યુનું પ્રમાણ આપણે એક હદ સુધી રોકી શકયા છીએ. રાજ્યના બે લાખથી વધુ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ અને અન્ય વિભાગના કર્મીઓ દિન-રાત જોયા વગર થાકયા, હાર્યા કે રોકાયા વગર કોરોના સામેની લડત લડી રહ્યા છે તેઓ પણ અભિનંદનને પાત્ર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે રાજ્યના તમામ યુવાનો અને ૪પથી વધુ ઉંમરના લોકોના ઝડપથી રસી મેળવી કોરોના સામેની લડાઇમાં ભાગીદાર બને તેવી અપેક્ષા પણ આ તકે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ‘મારા ગામમાં કોરોના આવવા દેવો જ નથી’ ના ધ્યેય મંત્ર સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન ૧લી મે થી ૧પ દિવસ માટે યુદ્ધના ધોરણે ઉપાડી લેવા ગ્રામીણ જનશક્તિને આહવાન આપ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર આ મહામારી સામે મજબૂતાઇથી લડત આપી રહી છે. રાજ્યમાં ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટથી લઇ હેલ્થ વર્કર સુધી સૌ કોરોના સામેની આ લડાઇમાં સિપાહી બનીને કામે લાગ્યા છે.

રાજ્યપાલશ્રીએ ગુજરાત સ્થાપના દિને સરપંચો સાથે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી સંવાદ કરતા કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધુ લોકો સંક્રમિત બની રહ્યા છે ત્યારે સાધવાની હટી તો દુર્ઘટના ઘટી જેવો ઘાટ ઘડાયો છે. ભીડ એકત્રીત કરવી, માસ્ક ન પહેરવું જેવી બેદરકારીને કારણે સંક્રમણ વધુ ઝડપે ફેલાઇ જતું હોય છે આથી ગુજરાતની દરેક વ્યક્તિ પોતાને કોરોનાથી બચાવવાની પ્રતિજ્ઞા કરે તો આખું ગામ અને આખું રાજ્ય કોરોનાથી અવશ્ય બચી જશે.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, કોરોનાની દવાઇ અર્થાત રસી આવી છે પરંતુ જોઇએ એવી કડાઇ-નિયમ પાલનનું શિસ્ત આપણે દાખવી શકયા નથી. આ માટે ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ આગળ આવી એક કમિટીનું ગઠન કરી નિયમિત બેઠક કરે અને ‘મારું ગામ કોરોનામુકત ગામ’ અભિયાનને સફળ બનાવે.

તેમણે ઉમેર્યુ કે એન.સી.સી., રેડક્રોસ, એન.એસ.એસ. અને નહેરૂ યુવા કેન્દ્ર જેવા સંગઠનની મદદ લઇ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ ગ્રામીણ કક્ષાએ માનવબળ ઊભું કરી શકે છે. આ સાથે જ ધર્મગુરૂઓ ધાર્મિક સંસ્થાઓનો પણ કોરોનામુકત ગામ-કોરોનામુકત નગર-શહેર માટે સહકાર મળી શકે છે.

તેમણે કહ્યું કે, લોકો પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવી નિયમિત યોગ-પ્રાણાયામ કરે અને ઘરનો બનાવેલો સુપાચ્ય ખોરાક લે. આયુર્વેદીક ઔષધિઓ અને પ્રાકૃતિક ખેતીથી થતા ઉત્પાદનો તરફ વળી ઓર્ગેનિક કૃષિ પેદાશોનો ઉપયોગ પણ સ્વસ્થતા તરફ લઇ જશે અને કોરોનાથી બચાવશે.

પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આ અભિયાનને સફળ બનાવવામાં સરપંચથી લઇને ગ્રામીણ પદાધિકારીઓ સૌના સક્રિય સહયોગની ખાતરી આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારની કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર અને રોગ અટકાયતની રોજીંદી તેમજ અત્યાર સુધીની સફળ કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.

આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ, ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિજય નહેરા તેમજ જિલ્લા સ્તરેથી પ્રભારી તંત્રીશ્રીઓ, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ આ અભિયાન પ્રારંભ અવસરમાં જોડાયા હતા.

 

 

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય:-

કોરોના-કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે

……

રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવી  આયાતી સાધન-સામગ્રી  આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ

…….

કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદ માટે આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ-કોર્પોરેટ કંપનીઓ-વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત કરતો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય

…….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પીટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પીટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પીટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-૧૯ કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સીજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સીન, દવાઓ  વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કમ્પનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલ છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

Source: Information Department, Gujarat