Latest News

CM lays foundation of Ahmedabad & Rajkot regional transport offices & launches its faceless services

    મુખ્યમંત્રીશ્રીએ વાહન અને સારથીની ૨૦ જેટલી કેશલેશ સેવાઓનો  શુભારંભ કરાવ્યો

    પ્રધાનમંત્રીશ્રીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને પગલે સરકારી કચેરીઓમાં નાગરિક સુવિધાઓ સરળ બની – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

    આ સુવિધાથી  વર્ષે આશરે 63 લાખ  લોકોને  ફેઇસ લેસ ઓન લાઇન સેવાઓ  મળતી થશે

    દરેક જીલ્લા મથકે વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ સેન્ટર”PPPના ધોરણે ઉભા કરાશે-  વાહન વ્યવહારમંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી

    *****

    મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે સ્થિત આરટીઓ ઓફિસના  પ્રાંગણમાં અમદાવાદ અને રાજકોટને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને પગલે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં નાગરિક સુવિધાઓ વધુ સરળ બની છે

    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સરકારી સેવાઓમાં  ડીજીટલાઇઝેશન ની ગતિ ને વધુ વેગવાન બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સરકારી સેવાઓમાં લઘુત્તમ હ્યુમન ઇન્ટરફેસ થાય તે પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ સરકાર  વિકસાવી રહી છે.

    આ અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, વાહન વ્યવહાર કચેરી માં  20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે.

    અમદાવાદમાં નિર્માણ થનારી વાહન વ્યવહાર કચેરી 39. 40 કરોડ ના ખર્ચે બનશે એટલું જ નહિ 4 માળનું આ ભવન 600 લોકોની ક્ષમતા ધરાવતો એ.સી.હોલ,1000 વાહનોની ટેસ્ટની સુવિધા યુક્ત હશે.

    રાજકોટ માં આશરે 9 કરોડ ના ખર્ચે આ કચેરી નિર્માણ થશે

    મુખ્યમંત્રીશ્રીએ આ સેવાઓ વિકસાવવા બદલ અધિકારીગણને પણ અભિનંદન પાઠવ્યા હતા

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય નાગરિકની હાલાકીમાં ઘટા઼ડો થાય અને સુખાકારી વધે તે માટેની રાજ્ય સરકારની કટિબદ્ધતા ફરી વાર દોહરાવી હતી.

    તેમણે નાગરિકોને કોરોના અંગે જરુરી સાવચેતીની પણ સલાહ આપી હતી અને તમામ નાગરિકોને સત્વરે રસી લઈ લેવા અનુરોધ કર્યો હતો.

    આ અવસરે રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી રાજ્ય કક્ષાના વાહન વ્યવહારમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી પણ જોડાયા હતા.

    વાહન વ્યવહારમંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક જીલ્લા મથકે વહીકલ ફિટનેસ સર્ટિફિકેટ સેન્ટર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(PPP)ના ધોરણે ઉભા કરવામાં આવશે.

    શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારનો વાહન વ્યવહાર વિભાગ સેવા, સુવિધા અને સલામતીના લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યો છે.

    આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અરવિંદભાઈ પટેલ,રાકેશભાઈ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી ગીતાબહેન પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજુ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમ.ડી શ્રી હર્ષદ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat