Latest News

CM organizes a farewell function in honor of both the judges of the Gujarat High Court

    ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ શ્રી બેલાબહેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    મુખ્યમંત્રીશ્રીએ બંને ન્યાયાધીશોના માનમાં વિદાય સમારોહનું આયોજન કર્યું.              

    ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યામૂર્તિ જસ્ટિસ બેલા બહેન ત્રિવેદી ની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બેય ન્યાયાધીશશ્રીઓના માનમાં શુભેચ્છા વિદાય સમારોહનું  ગાંધીનગરમાં  આયોજન કર્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક ભાઈ પટેલ.કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિહ જાડેજા તેમજ ગુજરાત વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રીઓ,એડવોકેટ  જનરલ શ્રી કમલભાઈ,રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ  મુકિમ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સહિત ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલા પૂર્વ ન્યાયધીશશ્રીઓ  વગેરે આ વિદાય સન્માન સમારોહ માં ઉપસ્થિત રહ્યા હતા

    મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિદાય લઈ રહેલા બેય ન્યાયાધીશશ્રી ઓને સ્મૃતિ ભેટ અને શાલ અર્પણ કરી સન્માન  કર્યું હતું.

    Source: Information Department, Gujarat