મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદની દિવ્યાંગ જન શાળા તેમજ સદવિચાર પરિવાર સંચાલિત દિવ્યાંગ પૂર્નવસન કેન્દ્રના બાળકો-યુવાઓએ વિશ્વ દિવ્યાંગ જન દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
વિશ્વભરમાં ત્રીજી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ જન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિવ્યાંગ દિવસ અંતર્ગત આ બાળકો-યુવાઓ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બાળકો-યુવાઓ સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો.
Source: Information Department, Gujarat