Latest News

CM Shri Bhupendrabhai Patel holds a high level meeting to review the situation created due to rain and wind

મુખ્ય સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી તંત્રની સજ્જતા-સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવતાં મુખ્યમંત્રીશ્રી 

પોરબંદરજુનાગઢના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતીનો જાયજો મેળવ્યો

નીચાણવાળા વિસ્તારોના લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર ભોજનઆશ્રય પ્રબંધની વ્યવસ્થાઓથી અવગત થતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની તેમજ માર્ગ-મકાન સચિવ શ્રી સંદીપ વસાવા અને એન.ડી.આર.એફ ના મત્સ્યોદ્યોગ, રાહત કમિશનર ગૃહ સચિવ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો-બિચ ઉપર કોઇ પર્યટક-પ્રવાસી ન જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

રાજ્યમાં અત્યારની સ્થિતીએ સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૮ ટિમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહિ તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

Source: Information Department, Gujarat