Latest News

CM visits Dholera Special Investment Region, reviews the work under progress

  ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટી બનાવવાનું પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે- મુખ્યમંત્રીશ્રી

  -: મુખ્યમંત્રીશ્રી :-

  • દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
  • ૨૦૨૨માં આયોજિત ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા મુખ્યમંત્રીશ્રીએ સૌ ઉધોગ અને રોકાણકારોને આમંત્રણ પાઠવ્યું

  ………………….

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સીટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે.

  વડાપ્રધાનશ્રી દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત-‘‘મેઇક ઇન ઇન્ડીયા’’નો જે મંત્ર આપ્યો છે તેને દેશ-વિદેશના ઊદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને ૧૦૦ ટકા ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર કૃતસંકલ્પ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ધાર પૂર્ણ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે તેમ કહ્યું હતું.

  શહેરોની વધતી વસ્તી અને ગીચતાના વિકલ્પરૂપે મોટા શહેરોને સેટેલાઇટ સિટી તરીકે તેમજ મધ્યમ કદના શહેરોને આધુનિક બનાવવાનું જે વિઝન શ્રી નરેન્દ્રભાઇએ આપ્યું છે તે પરપાટિ પર ચાલીને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરામાં પર્યાવરણ જાળવણીનો પણ ખ્યાલ રાખીને  ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

  ૯૨૦ ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલ ધોલેરા એસ.આઈ.આર(SIR) સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવીને  ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું છે તેમ ઉમેર્યુ હતું.

  આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સંતુલિત એવા આ વર્લ્ડ ક્લાસ, ન્યુ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ડ સીટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

  આ ઓથોરિટી સંલગ્ન લેન્ડ ટાઇટલ ક્લિયરન્સ સાથે મોટી જમીનો, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, પ્લગ એન્ડ પ્લે ફેસેલીટી, સૌથી ઓછા વીજ દર, કનેક્ટિવિટી જેવી સમયાનુકુલ સુવિધાઓ પણ અહિં પૂરી પાડવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

  ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઊદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે.

  તદ્ઉપરાંત એક હજાર એકર વિસ્તારમાં અહિં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે. ધોલેરામાં માત્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જ નહિ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે એની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

  ધોલેરા-સરથી સાડા ત્રણસો કિલોમીટરની રેડિયસમાં આવેલા અમદાવાદ શહેર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા-સરને સીમલેસ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પાડવામાં આવશે તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

  ધોલેરામાં આધુનિક આંતરમાળખુ, શ્રેષ્ઠ કનેક્ટીવીટી, સસ્ટેનેબિલિટીને કેન્દ્રમાં રાખીને કરાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, સ્વાયત્તતા, ફાસ્ટટ્રેક એપ્રૂવલ સહિતની અનેક વિશેષતાઓ “ધોલેરા અ ન્યુ એરા”ની પરિકલ્પનાને ચરિતાર્થ કરે છે.

  ધોલેરા સર, ગિફ્ટ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા અનેક પ્રકલ્પો અને આયોજનોથી ગુજરાતને ન્યુ એરા-નવા યુગમાં લઇ જવાનો પ્રયાસ સફળ થયો છે. તેમ તેમણે ગૌરવ સહ ઉમેર્યુ હતું.

  ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ’ની વિકાસયાત્રામાં સહભાગી બનવા આગામી જાન્યુઆરી-૨૦૨૨માં આયોજિત થનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌને ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રીશ્રીએ ભાવભિનું આમંત્રણ પાઠવ્યું હતુ.

  કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ ધોલેરા સર અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘષ્ટિનું પરિણામ જણાવ્યું હતું. તેમણે ધોલેરામાં થઇ રહેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રગતિ માટે અધિકારીગણને અભિનંદન પાઠવ્યા હતા.

  તેમણે ધોલેરામાં વર્લ્ડ કલાસ કોર ઇન્ફ્રાસ્ટ્રકચર જેમાં ફોર લેનનો ૩ર કિ.મી ઇન્ટરનલ રોડ ૧પ૦ એમ.એલ.ડી. વોટર સપ્લાય જેવી સુવિધા વિસ્તારવાનો ખ્યાલ આપ્યો હતો.

  પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ ધોલેરા સરની મુલાકાત અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે એક વ્યક્તિના વિચારથી કેટલું પરિવર્તન આવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ધોલેરા સર છે. તેમણે આ અંગે કહ્યું કે વડાપ્રધાનશ્રી વિચારથી સમગ્ર વિસ્તારમાં સર્વગ્રાહી પરિવર્તન આવ્યું છે. તેમણે ધોલેરા સરને ગુજરાતનું ઘરેણું ગણાવ્યું હતું.

  ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દુરંદેશી નેતૃત્વને પગલે ધોલેરા સર આકાર પામી રહ્યો છે તેમણે આ તકે પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણતા તરફ લઇ જવા માટેની કટીબધ્ધતા પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ વ્યક્ત કરી હતી.

  મુખ્ય કારોબારી અધિકારી શ્રી હરિત શુક્લાએ ધોલેરા સર અંગે પ્રેઝન્ટેશન રજુ કરતા કહ્યું કે સ્વતંત્ર ભારત પછી ધોલેરા જેટલું આટલું મોટું શહેર વિકસ્યું નથી અને ધોલેરામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીની ધોલેરા સર ખાતેની મુલાકાતમાં ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઇ ધામેલિયા, સહિત ઉધોગકારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat