Latest News

Delwada Becomes First Digital Payment Enabled Village of Gir-somnath District

  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેલવાડાને ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું       

ડિજીટલ ઇન્ડીયા – ડિજીટલ ગુજરાત અંતર્ગત આજે ઉના-દેલવાડા પાસે તીર્થધામ ગુપ્તપ્રયાગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામજનોનાં પ્રયાસથી દેલવાડાને ગીર-સોમનાથ જિલ્લાનું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ જાહેર કર્યું હતું. દેલવાડામાં કુલ ૬૦૯૨ લોકો બેન્કમા ખાતા ધરાવે છે. ૨૯૭૨ એ.ટી.એમ. કાર્ડ છે. ૧૦૦ ટકા રૂપે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

દેલવાડાનાં તમામ બેન્ક ખાતા સાથે આધારકાર્ડનું લીન્કઅપ કરાયું છે. ઉપરાંત ૪ વ્યાજબી ભાવની દુકાન પર કેશલેશ માટે પી.ઓ.એસ. મશીન કાર્યરત છે. દેલવાડા ગામને એન.એસ.એસ.નાં વિદ્યાર્થીઓ અને તંત્રનાં પ્રયાસોથી જિલ્લાનું પ્રથમ ડિજીટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ બનાવી શકાયું છે.

દેલવાડાનાં ૧૬૦ વ્યાપારીઓની મુલાકાત લઇ ૧૧૭ વ્યાપારીઓ દ્વારા સ્થળ પર કેશલેશ એપ્લીકેશન ઇન્સટોલ કરવામાં આવી છે. ઇ-ગ્રામ પંચાયત છે અને વાઇફાઇ કનેક્ટીવીટી ધરાવે છે. તેમ દેલવાડાનાં સરપંચશ્રી વિજયભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું. બેન્ક એકાઉન્ટ ધારકોને ઇચ વન ટીમ વનનાં કોન્સેપ્ટ સાથે એક શિક્ષક ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓને કેશલેશ પ્રક્રિયા અંગે સમજણ આપી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Source: Information Department, Gujarat