Latest News

Guj CM attended Rajkot Chamber of Commerce and Industry Sammelan at Rajkot

  અત્રે નિરાલી રિસોર્ટ ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારના વાર્ષિક સ્નેહ મિલનમાં
  મુખ્ય મહેમાન પદેથી ઉદ્દબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારે ઉધોગોની નોંધણી ભારત સરકારમાં થાય છે. વર્ષ ૨૦૧૯ માં ગુજરાતમાં ભારે ઉદ્યોગોમાં ૩.૪૩ લાખ કરોડોનું રોકાણ થયેલ છે. એટલે કે ગુજરાતમાં ૫૧% રોકાણ થયેલ છે. ગુજરાત
  વિકાસમાં ઝડપી ગતિએ આગળ વધી રહેલ છે. નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની દર મહિને અંદાજે ૧૫ હજાર જેટલા એકમોની નોંધણી
  થાય છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજકોટમાં ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી એવા કન્વેશન સેન્ટર પ્રદર્શન માટે રાજ્ય સરકાર જમીન આપશે. જેનું સંચાલન વેપાર ઉદ્યોગ સંસ્થાઓએ કરવાનું રહેશે.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ હતું કે, ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર વેપાર-ઉદ્યોગના વિકાસ પર વધુ ધ્યાન
  આપીને વધુ ને વધુ લોકોને રોજગારી મળે તે માટે કટિબદ્ધ છે. મારી સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના
  ચાર પાયા ઉપર કામ કરી રહી છે. લોકોના હિત માટે પ્રો-એક્ટિવ તરીકે સરકાર કામ કરી રહી છે. વિકાસ સિવાય કોઈ એજન્ડા નહી. આપણે ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ અને વર્લ્ડ ક્લાસ ગુજરાત બનાવવામાં આગળ વધી રહ્યા છીએ. લોકોના કામો સરળતાથી થાય તે માટે અનેક નિર્ણયો કર્યા છે. ગુમાસ્તા ધારા, પેટ્રોલ પંપ શરુ કરવા, હોટલ વગેરેમાં બિનજરૂરી લાયસન્સ પ્રથા દૂર કરેલ છે.
  MSME માં પ્રથમ પ્રોડક્શન અને ત્યારબાદ ૩ વર્ષની અંદર જરૂરી મંજૂરી લેવાની રહેશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વેપાર-
  ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ લઈને રાજકોટને આધુનિક બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. મારી સરકાર લોકોની અપેક્ષા
  સંપૂર્ણરીતે પરિપૂર્ણ થાય તે માટે સતત તત્પર છે.

  રાજકોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી,વૈષ્ણવએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,
  રાજકોટના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આપવામાં પાછું વાળીને જોયું નથી. અમારા જી.એસ.ટી સહિતના ૮૧%
  પ્રશ્નોનું નિરાકરણ થયેલ છે. રાજકોટમાં વેપાર-ઉદ્યોગના વિકાસ માટે કન્વેશન સેન્ટરની આવશ્યકતા પર ભાર મુક્યો છે.
  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાના હસ્તે વિવિધ ક્ષેત્રની વ્યક્તિ વિશેષોનું
  સન્માન કરવામાં આવ્યું હતું.

  એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારને અમારી એક દરખાસ્ત હતી કે રાજકોટને એક પરમેનેન્ટ એક્ઝિબિશન સેન્ટર મળે અને તેના માટે રાજ્ય સરકારે અમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. તે માટે અમો ગુજરાત સરકારના આભારી છીએ. બિન અનામત આયોગના ચેરમેનશ્રી હંસરાજભાઈ ગજેરાએ રાજ્ય સરકારની લઘુ ઉદ્યોગો માટેની લાભદાયી યોજનાઓ માટે આભાર માન્યો હતો. સરકાર આમને આમ ઉધોગ જગતના પ્રશ્નોને સમજીને તેનું નિરાકરણ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

  પ્રાસંગિક ઉદભોદન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત સ્નેહમિલનને બિરદાવતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ થકી ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા મળી છે. આમને આમ એક મંચ પર ઉદ્યોગકારો એકત્રિત થઈને રાજ્યના ઉદ્યોગજગતને વિકસાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભમાં ચેમ્બરમાં માનદમંત્રીશ્રી ગૌતમભાઈ બારસિયાએ સૌનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સંસ્થા ૬૬ વર્ષથી કાર્યરત છે અને સંસ્થા સાથે ૧૧૦ જેટલા એસોસિએશન જોડાયેલા છે. સૌરાષ્ટ્રની આ મોટી સંસ્થા વેપાર ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપે છે.  ચેમ્બરના કારોબારી સભ્યો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી,શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી બિનાબ હેન આચાર્ય, ભાજપ પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવ, જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા, વિવિધ વેપાર-ઉદ્યોગ સંગઠનો હોદેદારો, અગ્રણીઓ સર્વશ્રી રમેશ ટીલવા, પરેશભાઈ ગજેરા, રમેશભાઈ પાંભર,
  નલિનભાઈ ઝવેરી, ચેમ્બરના સભ્યો સહિતના મોટી સંખ્યમાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat