Latest News

Guj CM attends the swearing-in ceremony of chief justice of Gujarat High Court

રાજ્યપાલશ્રીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમારને શપથ લેવડાવ્યા

……………………….

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલાં ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષા     ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ પટેલ, નર્મદા, જળ, સંપત્તિ અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સહિતના રાજ્યમંત્રી પરિષદના સદસ્યો, ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશો, મુખ્ય સચિવશ્રી, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો, રાજ્ય સરકારના તથા ગુજરાત વડી અદાલતના ઉચ્ચાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat