મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્ય અને દેશમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે અને આ દર્દીઓને અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેન્સરના ક્ષેત્રે અદ્યતન સંશોધનોનો ઉપયોગ કરી દર્દીઓને મહત્તમ સારવાર મળે તે માટે રાજ્ય સરકારે સર્વગ્રાહી કામગીરી કરી છે. એટલું જ નહીં કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ ગણાતી પ્રોટોન થેરાપી માટે નું સેન્ટર આગામી સમયમાં રાજ્યમાં શરૂ કરાશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫ કરોડની જોગવાઈ કરાઈ છે એમ, તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે ઓન્કોલોજી એન્ડ ધી એલાઇડ ફિલ્ડ ૨૦૧૯ની ૪૧મી વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને અસોસિએશન ઓફ રેડિએશન ઓન્કોલોજી ઓફ ઇન્ડિયા ના વિષય વસ્તુ સાથે ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય કોન્ફરન્સમાં ‘ઇન્સેપ્શન, ઇવોલ્યુશન, એવિડન્સ એન્ડ ફ્યુચર ઇન ઓન્કોલોજી’ થીમ પર આધારિત ૭૫થી વધુ વૈજ્ઞાનિક સત્રો યોજાશે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશ ના૧૫૦૦ જેટલા તજજ્ઞો પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોટોન થેરાપીથી ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોના દર્દીઓને પણ લાભ મળશે. કેન્સર રોગ ગંભીર ગણાય છે પણ તેમાં સારવાર પદ્ધતિ અને દવાઓમાં નીતનવા સંશોધનો-આવિષ્કાર થઇ રહ્યા છે.
ગુજરાત સરકારે પણ કેન્સરના દર્દીઓને આવરી લઇ તેમને મુખ્યમંત્રી ‘અમૃતમ’, ‘મા-વાત્સલ્ય’ તથા ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય’ યોજનાનો લાભ અને શ્રેષ્ઠ સારવાર મળે તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માં આરોગ્ય સંબંધે વિસ્તૃતિકરણનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ગુજરાત એક અર્થમાં મેડિકલ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે, સાથે સાથે મેડિકલ ટુરિઝમ તરીકે પણ શ્રેષ્ઠ રાજ્ય પુરવાર થયું છે. ત્યારે દેશ-વિદેશમાંથી લોકો સારવાર લેવા અહિં આવે છે. આ દર્દિઓને પણ શ્રેષ્ઠ સારવાર વિકલ્પો મળે તે આપણી પ્રાથમિક જવાબદારી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્સર માટે રેડિયોથેરાપી, કિમોથેરાપી તથા સર્જરી જેવા સારવાર વિકલ્પો છે.
રાજ્યમાં અંદાજે ૭૦% દર્દીઓને રેડિયો થેરાપીની આવશ્યકતા રહે છે. ત્યારે રાજ્ય સરકારે પણ દર્દીઓ માટે અદ્યતન સારવાર વિકલ્પો ઉભા કર્યા છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આજે દેશ માટે શ્રેષ્ઠ કેર સેન્ટર બન્યું છે. આ સેન્ટરમાં પ્રતિ વર્ષ ૧૧ હજારથી વધુ દર્દીઓને સારવાર અપાય છે. AROICON-૨૦૧૯ દરમિયાન રજૂ થનારા સંશોધનપત્રો તથા તજજ્ઞોનું વિચાર-મંથન અને જ્ઞાનની આપ લે કેન્સર ક્ષેત્રે ઉપયોગી પુરવાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન શ્રી પંકજ પટેલે જણાવ્યું હતું કે કેન્સર રોગની સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સતત કાર્યરત છે એટલું જ નહીં આ ક્ષેત્રને લગતા વિવિધ કોશ સંસ્થા દ્વારા ચલાવાય છે અમદાવાદ ઉપરાંત સિધ્ધપુર અને રાજકોટમાં પણ આ રોગના દર્દીઓની સારવાર માટે યુનિટ કાર્યરત કરાયા છે. રાજ્યના દર્દીઓને સારવાર મળે તે માટે અમારી સંસ્થા કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના ચેરમેન શ્રી પંકજ પટેલે જણાવ્યું હતું કે, કેન્સર રોગના સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સતત કાર્યરત છે એટલું જ નહીં આ ક્ષેત્રને લગતા વિવિધ કોશ સંસ્થા દ્વારા ચલાવાય છે અમદાવાદ ઉપરાંત સિધ્ધપુર અને રાજકોટમાં પણ આ રોગના દર્દીઓની સારવાર માટે યુનિટ કાર્યરત કરાયા છે રાજ્યના દર્દીઓને સારવાર મળે તે માટે અમારી સંસ્થા કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું
AROICON ઓર્ગેનાઈઝેશનના ચેરમેન ડો. સૂર્યનારાયણે સ્વાગત પ્રવચનમાં AROICONના ઉદ્દેશો અને કોન્ફરન્સ
દરમિયાન કેન્સરની સારવાર ક્ષેત્રે લેવાનારા પગલાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના ડાયરેક્ટર
શશાંક પંડ્યા, તજજ્ઞ શ્રી ડૉ. રાજેશ વશિષ્ઠ, ડૉ. જી. બી. ગિરી, ડૉ. મનોજ ગુપ્તા, ડૉ. સત્યજીત પ્રધાન અન્ય પ્રતિનિધિઓ વગેરે
ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat