Latest News

Guj CM Shri Vijaybhai Rupani at Gujarat- Uzbekistan Business meet 2019

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનથી આવેલા પ્રતિનિધિમંડળનું ‘બિઝનેસ ટુ બિઝનેસ મીટ’માં સ્વાગત કરતા જણાવ્યું હતું કે, મને ખુશી છે કે ઉઝબેકિસ્તાનની સાથે વ્યાપારિક સંબંધ વિકસિત કરવા માટે ગુજરાતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ ઉઝબેકિસ્તાનમાં પોતાના સમકક્ષોની સાથે તાલમેલ વિકસિત કરવા માટે ઉત્સાહિત છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉઝબેકિસ્તાનના પ્રવાસ દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિની સાથે દ્રિપક્ષીય સંબંધોના વિભિન્ન ક્ષેત્રો પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ઉઝબેકિસ્તાન યાત્રા બાદ ભારત આવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રીએ પણ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારતની સાથે સહયોગ વધારવાની અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત
  કરવાની ભાવનાનું સમર્થન પણ કર્યું હતું.

  ઉઝબેકિસ્તાનના પ્રવાસને લઇને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રતિનિધિમંડળે જ્યારે ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે ઘણો સહયોગ અને સહકાર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિમંડળ તરફથી મળ્યો હતો. ઉઝબેકિસ્તાન તરફથી મળેલા સાથ અને સહકારથી અમે આવનારા સમયમાં વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે ઉત્સાહિત છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉઝબેકિસ્તાનના લોકો ઘણા પ્રેમાળ છે. જેનાથી બંને દેશોના વ્યાપારિક સંબંધો આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે બંને પક્ષોની યાત્રાઓ દરમિયાન જે સમજ વિકસિત થઇ છે, તે આવનારા સમયમાં એક સારું પરિણામ લઇને આવશે.’ આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત અને ઉઝબેકિસ્તાનનું વ્યાપારી પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું હતું.

  Source: Information Department, Gujarat