Latest News

Guj CM Shri Vijaybhai Rupani attended Yuva Sammelan at Rajkot

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે
    ત્યારે નવા ભારતના નિર્માણ માટે યુવાનો "ડાય ફોર નેશન" નહિ પણ "લિવ ફોર નેશન" માટે સંકલ્પબદ્ધ બને
    તે આજના સમય ની જરૂરિયાત છે.
    રાષ્ટ્રના ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશ્વ યુવા સંમેલનને
    સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી ઉમેર્યું કે આજે વિરાટ યુવાશક્તિને દર્શન થઈ રહ્યા છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે ભૂતકાળની સરકારોએ
    યુવાનોની તકો છીનવવાનું કામ કર્યું હતું અને અમારી સરકારે છેલ્લા બે દાયકામાં શિક્ષણ-સ્વરોજગાર માટે અનેકવિધ ઉચ્ચ તકો પૂરી પાડે
    છે. આજની યુવા પેઢી જે ચોક્કસ દિશા સાથે આગળ વધી રહી છે ત્યારે રાજ્ય નો રાજ્યનો યુવાન ‘જોબ સીકર’ નહીં પણ
    ‘જોબ ગીવર’ બને એ જ અમારો નિર્ધાર છે અને એ અમે પૂર્ણ કરીશુ.

    શ્રી રૂપાણીએ ઉમેર્યુ કે, યુવાનોને વધુ સમૃદ્ધ બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે.
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમા મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૧માં ૯ યુનિવર્સિટીઓ હતી તેમની દીર્ઘદ્રષ્ટિ અને
    સમયબદ્ધ આયોજનના પરિણામે રાજ્યમાં ૭૦ જેટલી સેક્ટોરીયલ યુનિવર્સિટીઓનું આજે નિર્માણ થયું છે. રાજ્યના યુવાનોને સરકારી
    નોકરીમાં પણ સહભાગી બનાવવા ૧.૫૦ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી આપી છે. બિન અનામત વર્ગના યુવાનો ૧૦% આર્થિક
    અનામત આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે તેનો પ્રથમ અમલ પણ ગુજરાતે કર્યો છે. આ વર્ગના યુવાનોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન
    યોજના દ્વારા આર્થિક સહાય સહિત શૈક્ષણિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજના વિકસીત યુગમાં દુનિયા મુઠી માં આવી જાય એ માટે યુવાનોએ એક હજાર રૂપિયાના ટોકન દરે
    નમો ટેબલેટ વિતરણ, પીએચડીમાં નવા સંશોધનો માટે પ્રતિ માસ રૂ.૧૫,૦૦૦ નું સ્ટાઇપેન્ડ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
    ત્યારે આજના યુવાનો ટેકનોલોજીના માધ્યમ દ્વારા નવા નવા સંશોધનો થકી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે તે અત્યંત
    અનિવાર્ય છે.
    શ્રી રૂપાણીએ કહ્યું કે, દેશના યુવાનોમાં જે ક્ષમતા છે તેને જાણીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને તકો પૂરી પાડવા
    માટે સ્કિલ ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેકવિધ આયામો હાથ ધર્યા છે ત્યારે આપ સૌ પણ
    તેનો મહત્તમ લાભ લઈને ગુજરાતનું નામ રોશન કરશો એવો મને દ્રઢ વિશ્વાસ છે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આઝાદીના ૭૦ વર્ષો બાદ આજે વોટબેન્કની રાજનીતિના કારણે દેશમાં એપીઝમેન્ટની રાજનીતિ શરૂ
    થઈ છે ત્યારે યુવાઓએ ગેરમાર્ગે દોરવાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૪ થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન
    સંભાળ્યું ત્યારે અનેકવિધ દેશહિતના નિર્ણય કર્યા છે ત્યારે વિપક્ષને એ આંખના કણાની જેમ ખુંચે છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની
    રહે એ માટે વડાપ્રધાન શ્રી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ૩૭૦ ની કલમ દૂર કરી છે. જેના લીધે આવતીકાલે સૌ પ્રથમવાર રાષ્ટ્રનો
    તિરંગો કાશ્મીર માં પ્રજાસત્તાક પર્વે ફરકાવવામાં આવશે. ત્યારે આપણું શીશ વધુ ઊંચાઈથી ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે, સીએએનો
    નિર્ણય એ કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવવાનું નહીં પણ વ્યક્તિને નાગરિકતા આપવાનો છે ત્યારે વિપક્ષ દ્વારા પણ હોબાળો કરાઈ રહ્યો
    છે અને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાય છે તે નિંદનીય છે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, યુવાનોના પ્રેરણાસ્ત્રોત સમાન અનેક વીર ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રીય પુરુષોએ હાસ્યામાં ધકેલવાનું કામ
    ભૂતકાળની સરકારોએ કર્યુ હતું. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર
    બાબા સાહેબ આંબેડકરને યોગ્ય સન્માન આપ્યું છે એટલું જ નહીં કોંગ્રેસે જેને દેશ વિરોધી ગણાવીને અપપ્રચાર કરી રહી છે તેવા દેશભક્ત
    વીર સાવરકરને અંગ્રેજોએ આંદમાન નિકોબાર ની જેલમાં કાળાપાણીની સજા કરી તેને વડાપ્રધાનશ્રીએ સ્મારક તરીકે જાહેર કરી, સરદાર
    વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થકી આ દેશભક્તોને યોગ્ય માન-સન્માન આપીને યુવાનોમાં
    રાષ્ટ્રભક્તિની અનેરી ચેતના જગાવી છે ત્યારે આજના યુવાનો પણ આ માટે સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
    આ કાર્યક્રમમાં અલગ અલગ કોલેજો કે સંસ્થાઓના કુલ ૬૦૦૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
    યુવાઓને ધોરણ-૧૦,૧૨ તથા સ્નાતક થયા પછી આગળ કારકિર્દી બનાવવા માર્ગદર્શન મળી રહે તે માટે
    એન.સી.સી., રોજગાર કચેરી, યુનિવર્સિટીઓ, હેલ્થકેર, આઈ.ટી.આઈ. અને એન્જીનીયરીંગની માહિતી આપવા
    સ્ટોલ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, શિક્ષણ
    સહાય, વાજપેયી બેન્કેબલ સહાય જેવી વિવિધ યોજનાઓ ના ૯૩ જેટલા લાભાર્થીઓને ૮.૩૧ કરોડની સહાય
    આપવામાં આવી હતી.

    યુવા સંમેલનમાં સ્વિમિંગ, એથ્લેટીક્સ, શૂટિંગ, ક્રિકેટ, પેરાએથ્લેટિક્સ, સાઈકલિંગ જેવી વિવિધ રમતોના
    રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સેમસંગ ટેકનોલોજી દ્વારા
    ૧ કરોડના ખર્ચે નવનિર્મિત સેમસંગ ટેકનીકલ સ્કુલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ઈ લોકાર્પણ કર્યું હતું.
    જેમાં યુવાઓને રેફ્રિજરેશન, એર કંડીશનર અને હોમ એપ્લાયન્સ માટેની તાલીમ આપશે.

    જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે," હાલ રાજ્ય સરકાર દ્વારા
    યુવાનો માટે અનેક યુવાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.આજે તે યોજનાના લાભાર્થીઓને રાજ્યસરકાર દ્વારા
    સહાય પુરી પાડવામાં આવશે. યુવાનો રાજ્યસરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય તે માટે રોજગાર
    વિભાગ અને અન્ય યોજનલક્ષી સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેમસંગ ટેકનોલોજી નું પણ
    લોકાર્પણ કરવામાં આવશે.
    રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની
    પ્રેરક ઉપસ્થિતિમાં યુવા સંમેલન કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટીના પ્રાંગણમાં સંપન્ન થયો હતો. રમત ગમત
    વિભાગ દ્વારા આયોજિત 'યુવા સંપદા' થકી મજબૂત રાષ્ટ્ર નિર્માણ ને ચરિતાર્થ કરવા યુવા સંમેલન નું આયોજન
    કરવામાં આવ્યું હતું.

    આ યુવા સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્ય સરકારની વિવિધ યુવાલક્ષી
    યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    યુવાઓને રાજ્ય સરકારની વિવિધ યુવા લક્ષી યોજનાઓથી માહિતગાર કરવા તથા આ યોજનાઓનો
    લાભ લીધો હોય તેવા યુવાઓનું સન્માન આ કાર્યક્રમ યોજાયો હતો.
    આ કાર્યક્રમમાં અલગ અલગ કોલેજો કે સંસ્થાઓના કુલ ૬૦૦૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
    યુવાઓને ધોરણ-૧૦,૧૨ તથા સ્નાતક થયા પછી આગળ કારકિર્દી બનાવવા માર્ગદર્શન મળી રહે તે માટે
    એન.સી.સી., રોજગાર કચેરી, યુનિવર્સિટીઓ, હેલ્થકેર, આઈ.ટી.આઈ. અને એન્જીનીયરીંગની માહિતી આપવા
    સ્ટોલ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, શિક્ષણ સહાય, વાજપેયી બેન્કેબલ સહાય જેવી
    વિવિધ યોજનાઓ ના ૯૩ જેટલા ૮.૩૧ કરોડની સહાય આપવામાં આવી હતી.
    યુવા સંમેલનમાં સ્વિમિંગ, એથ્લેટીક્સ, શૂટિંગ, ક્રિકેટ, પેરાએથ્લેટિક્સ, સાઈકલિંગ જેવી વિવિધ રમતોના
    રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
    સેમસંગ ટેકનોલોજી દ્વારા ૧ કરોડના ખર્ચે નવનિર્મિત સેમસંગ ટેકનીકલ સ્કુલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ
    રૂપાણી એ ઈ લોકાર્પણ કર્યું હતું. જેમાં યુવાઓને રેફ્રિજરેશન, એર કંડીશનર અને હોમ એપ્લાયન્સ માટેની
    તાલીમ આપશે.

    આ તકે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા,મેયર શ્રીમતી બીનાબેન
    આચાર્ય, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ શ્રી
    અરવિંદભાઈ રૈયાણી, શ્રી લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન
    રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી
    નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા કલેકટર શ્રી રેમ્યા
    મોહન, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના
    ચેરમેન પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.

     

    Source: Information Department, Gujarat