પ્રેરણાથી દેશભરમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રા યોજવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો.
કેન્દ્રિય કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીના વિચારોને નવી પેઢી સુધી લઇ જવાનો નરેન્દ્રભાઇનો સંકલ્પ રહ્યો છે. ત્યારે શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં આયોજીત મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રાનું આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું. આજનો આ અવસર મારા જીવન માટે એક સૌભાગ્ય જેવો છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં જે મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. એ મહાપુરુષોના વિચારો સમાજ જીવનમાં પ્રસરે અને તેમના મૂલ્યોનું જતન થાય તે ઉદ્દેશ સાથે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવા ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં યોજવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન ગાંધીજીના વિચારો પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. વેજલપુરથી ચાલું થયેલી આ સંકલ્પ યાત્રાનો આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપકારનો ભાવ નહીં પરોપકારનો ભાવ એ ગાંધીજીના વિચારો અને મૂલ્યો સમગ્ર સમાજ જીવનમાં પ્રસરે એ ઉદ્દેશ સાથે આ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે આ સંકલ્પ યાત્રા દરમિયાન ગાંધીજીના જે વિચારો હતા તે વિચારને આપણે સૌ સાથે મળીને સમાજ જીવનમાં ઝિલવાનો એક પ્રયાસ કર્યો છે.
આ સંકલ્પ યાત્રામાં પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજ્યના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી, અમદાવાદના મેયરશ્રી બિજલેબેન પટેલ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
Source: Information Department, Gujarat