Latest News

Guj CM Shri Vijaybhai Rupani inaugurated a new 15-storey sanatorium, built by Digvijay Lion Foundation

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીશ્રીએ સિવિલ હોસ્પિટલની આસપાસ કોઇ સેવાભાવી સંસ્થા દર્દી સેવાના ભવન ઉભા કરવા ઇચ્છતી હશે અને જો જમીન ઉપલબ્ધ હશે તો તે જમીન રાજ્ય સરકાર નિશૂલ્ક આપશે.તેવી સંવેદના સ્પર્શી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રિ અમદાવાદ સિવિલ હોસ્પીટલ નજીક દિગ્વીજ્ય ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત સેનેટોરીયમના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

  તેમણે કહ્યુ કે, આપણુ તત્વ ચિન્તન પણ બીજાને સુખે-સુખી અને દુખે-દુખી તેવુ કે ત્યારે બીજાને ઉપયોગ થઇ દરિદ્રનારાયણની સેવા કરવી તે ખરેખર આત્મિક આનંદ આપનારૂ કાર્ય છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે મુખ્યમંત્રીશ્રીનું પદ એ કોઇ ’નાથ’નું પદ નથી પરંતુ ’દાસ’નું પદ છે અને મારૂ કર્તવ્ય છે કે,ગરીબ વંચિત,પીડિત લોકો સુધી આરોગ્યની સેવા પહોચે.

  તેમણે કહ્યું કે આ ભવનની સામે જ સિવિલ હોસ્પીટલનું વિસ્તૃતિકરણ કાર્ય ચાલુ છે. સિવિલ હોસ્પીટલમાં વધુ બેડ વધવાના છે. માટે લાયન્સ કલબ જેવી સંસ્થાઓ રચનાત્મક કાર્યો દ્વારા ભય, ભુખ,ભષ્ટ્રાચાર મુકત નયા ભારતના નિમાર્ણમાં સહયોગી બની રહે છે. તેનો આનંદ વ્યકત કર્યો હતો.

  શ્રી વિજયભાઇએ મુખ્યમંત્રી અમૃતમ યોજના, માં વાત્સલય યોજના,ધુંટણના ઓપરેશન વગેરે જેવા આરોગ્યલક્ષી પગલાઓ વિશે વિસ્તૃત સમજ આપી લાચારીને કારણે કે નાંણાના અભાવે કોઇ પણ ગરીબ દર્દી સારવારથી વંચિત ના રહે તે માટેની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે લાયન્સકલબની વેબસાઇટનું પણ લોન્ચિંગ કર્યુ હતુ. આ ઉપરાંત દાતાઓનું પણ સન્માન કર્યુ હતુ.

  પૂર્વ મુખ્ય સચિવ અને દિગ્વીજ્ય લાયન્સ ફાઉન્ડેશનના મેનેજરશ્રી પી.કે.લહેરીએ જણાવ્યું કે, રવિશંકર મહારાજનાં રસ્તે માનવસેવાનાં યજ્ઞની શરૂઆત કરી હતી.

  અનેક પ્રકારની અગવડતાઓ વચ્ચે માનવ ગરિમા જળવાય તેવી રહેવા -જમવાની સેવા પૂરી પાડવાનો યજ્ઞ છેલ્લા ૪૮ કરતાં વધુ વર્ષોથી ચાલે છે. ગુજરાતમાં આ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

  દિગ્વીજ્ય લાયન્સ ફાઉન્ડેશનનાં મેનેજિગ ટ્રસ્ટીશ્રી ચંદ્રકાંતભાઇ દલાલે જણાવ્યું કે,સિવિલ હોસ્પિટલ સામે આવેલ બિલ્ડીંગમાં રૂ.૨૦ના ટોકન ભાડે રહેવાની જગ્યા પૂરી પાડવામાં આવે છે. પ્રતિ વર્ષે ૨.૫ લાખ લોકો તેનો લાભ લે છે. છેલ્લાં ૪૬ વર્ષથી આ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે. રૂ.૨૫ કરોડના ખર્ચે ૧૭૭ રૂમવાળુ નવુ બિલ્ડીંગ બનવાથી દર્દીઓનાં પરિવારજનોને વધુ સારી સેવા પૂરી પાડી શકાશે.

  આ લોકાર્પણ પ્રસંગે લાયન્સનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ડાયરેકટરશ્રી પ્રવિણભાઇ છાજેડ, પ્રેસિડેન્ટશ્રી જગનાની, ડિસ્ટ્રીકટ ગવર્નરશ્રી સૌરભભાઇ બ્રહ્મભટ્ટ, સંજીવ છાજેર, દિગ્વીજ્ય લાયન્સ ફાઉન્ડેશનનાં હોદેદારો દાતાઓ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  Source: Information Department, Gujarat