Latest News

Guj CM Shri Vijaybhai Rupani launched an online registration portal for new MSME units

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં MSME એકમોને સ્થાપનામાં પારદર્શીતા લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ લોંચ કર્યુ છે.

    તેમણે આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂરી કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઇ-મેઇલથી ઇસ્યુ કરીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી પહેલ રાજ્યમાં સાકાર કરી છે.

    રાજ્ય સરકારે ગત તારીખ ૩ ઓકટોબરે MSME એકમોને સ્થાપના-સંચાલન માટે રાજ્યના કાયદા-નિયમોની જરૂરી વિવિધ મંજૂરીઓ એપ્રુવલ્લ લેવામાંથી ૩ વર્ષ સુધી મુકિત આપવાનો નિર્ણય કરેલો છે.

    તદ્દઅનુસાર, MSME શરૂ કરવા ઇચ્છનાર કોઇપણ લઘુ ઊદ્યોગકાર-ઊદ્યોગ સાહસિક તેને જરૂરી જમીન ખરીદી પણ રાજ્યના કોઇપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કરી શકે છે.

    આવી પરવાનગી ઊદ્યોગ શરૂ થયાના ૩ વર્ષમાં તેને લેવાની થાય છે. આવી મંજૂરી પણ અત્યંત ઝડપી અને સરળતાએ મળી રહે તે હેતુસર ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ફોર્મ ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી ખાસ સુવિધા પણ ઉપલબ્ધ છે.

    અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઓનલાઇન ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજીસ્ટર્ડ થયાની ગણતરીની મિનીટોમાં જ અરજી મંજૂર થઇ સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇ-મેઇલ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે.

    આ સ્વીકૃતિ પ્રમાણપત્રની નકલ સંબંધિત જિલ્લાના કલેકટર, પ્રાંત અધિકારી તેમજ લાગુ પડતા બધા જ વિભાગોને પણ આપી દેવાશે જેથી MSME ઊદ્યોગકારને કોઇ જ કચેરીએ પરવાનગી માટે પ્રત્યક્ષ જવું ન પડે.

    મુખ્યમંત્રીશ્રીએ આ ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબ પોર્ટલનો પ્રારંભ કરાવીને પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી તેમજ પ્રથમ મહિલા ઊદ્યોગ સાહસિકને તુરત જ અરજી મંજૂર કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા ઊદ્યોગ વિભાગના અધિકારીઓ આ પોર્ટલ લોંચીગ વેળાએ જોડાયા હતા. આ પોર્ટલ લોન્ચ થતા રાજ્યના ૩પ લાખ MSME એકમો ઉપરાંત નવા MSME શરૂ કરવા ઉત્સુક સાહસિકોને વધુ સરળતા મળતી થશે અને રોજગાર સર્જનમાં પણ માતબર વધારો થશે

    Source: Information Department, Gujarat