મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવનિર્મિત ‘બિયોન્ડ પ્લેનેટ અર્થ- ધ ફ્યુચર ઓફ સ્પેસ એક્સ્પ્લોરેશન’ને ખુલ્લું મુક્યું હતું.
આ એક્ઝિબિશનમાં ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકર, શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રીશ્રી આ એક્ઝિબિશનમાં મૂકાયેલ સુપર સ્પેસ ક્રાફ્ટ, લુનાર લેન્ડીંગ, અવકાશમાંથી દર્શન, લિક્વિડ મીરર, માર્સ રોવર વગેરેના મૂકાયેલ પ્રોટોટાઇપને રસપૂર્વક નિહાળી તે અંગેની માહિતી મેળવી હતી.
આ અવસરે મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંઘ, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, સચિવશ્રી વિનોદ રાવ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Source: Information Department, Gujarat