Latest News

Guj Govt signs MoU with Indian Railways for Bullet Train & container depot

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭: અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન માટે રૂા. ૭૭ હજાર કરોડના સમજૂતી કરારો

  • રેલવે મંત્રાલયના હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનના કુલ ૧.૧૦ લાખ કરોડના પ્લાનમાં ૭૦ ટકા હિસ્સો ગુજરાતને મળશે
  • ગાંધીનગરમાં હાઇસ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર માટે કરારો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે રેલવે મંત્રાલયના હાઇસ્પીડ રેલવે કોર્પેારેશન સાથે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭માં રૂા. ૭૭ હજાર કરોડના સમજૂતિ કરારો કરવામાં આવ્યા હતા.

અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનનો પ્લાનિંગ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. રેલવે મંત્રાલયના કુલ રૂા. ૧.૧૦ લાખ કરોડની આ પરિયોજનાનો ૭૦ ટકા હિસ્સો ગુજરાતને પ્રાપ્ત થાય છે. તે અંતર્ગત રૂા. ૭૭ લાખ કરોડના કરારો કરવામાં આવ્યા છે. જેના સમજૂતી કરારોની રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શ્રી જૈન સાથે આપ-લે કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગાધીનગરમાં હાઇસ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપવા માટે પણ સમજૂતિ કરારો કરવામાં આવ્યા હતા. બુલેટ ટ્રેનની યોજના સાથે જોડાયેલા રેલવેના ઇજનેરો અને કર્મચારીઓને અહીં તાલીમ તથા પ્રશિક્ષણ આપવામાંઆવશે.

આ સમજૂતી કરારો વેળાએ અગ્ર સચિવ શ્રી પી. કે. તનેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત રાજકોટ ખાતે ૫૪૦૦૦ કન્ટેઇનરની હેન્ડલિંગની વાર્ષિક ક્ષમતા ધરાવતો ઇન્લેન્ડ ડેપો બનાવવા માટે ગુજરાત ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ સાથે રૂા.૧૦૦ કરોડના સમજૂતિ કરારો કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે કરવામાં આવ્યા છે.
જયારે જી.આઇ.ડી.સી. એ દહેજમાં રૂા.૧૭૫ કરોડના ખર્ચથી એક લાખની કન્ટેઇનરની વાર્ષિક ક્ષમતા ધરાવતો લોજીસ્ટીક પાર્ક બનાવવાના કરારો કરવામાં આવ્યા છે.

Source: Information Department, Gujarat