તા. ૩ થી ૯ જાન્યુઆરી દરમ્યાન યોજાશે વેક્સિનેશન ડ્રાઇવ:-
અંદાજે ૩પ લાખ બાળકોને આવરી લેવા આરોગ્ય વિભાગ સજ્જ
……
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો.
રાજ્યમાં ૧પ થી ૧૮ વર્ષની વયના અંદાજે ૩પ લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિનેશન ડ્રાઇવ અન્વયે તા. ૩ થી ૯ જાન્યુઆરી સુધી આવરી લેવાશે.
મુખ્યમંત્રીશ્રી આજે સવારે કોબાની શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૯૩ શાળાઓના અંદાજે ર૦ હજાર બાળકો-તરૂણોને આ વેક્સિનેશન અન્વયે આવરી લેવાશે. આરોગ્ય વિભાગે આ હેતુસર પ૦ ટીમ કાર્યરત કરેલી છે.
ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શંભૂજીભાઈ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ આ વેક્સિનેશન ડ્રાઇવના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat