Latest News

Gujarat CM Shri Vijaybhai Rupani Flags-off RAJKOT MARATHON – 2018

    રાજકોટ મહાનગરપાલિકા તથા શહેર પોલીસ દ્વારા રાજકોટ મેરેથોન ૨૦૧૮ને ફલેગઓફ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયુ હતું. આ સ્પર્ધામાં અબાલ વૃધ્ધોએ ઉત્સાહપૂર્વક  ભાગ લીધો હતો. આ દોડવીરોના મેરેથોન વિશેના પ્રતિભાવો…

    રાજકોટના ૬૮ વર્ષીય સુરેશભાઇ રત્નેશ્વર પાણી પૂરવઠા વિભાગના નિવૃત કર્મી છે. તેઓ કહે છે કે હું સતત બીજીવાર મેરેથોનમાં ભાગ લઇ રહયો છું. સિનિયર સિટીઝન હોવાના નાતે મારે ફીટ, હેલ્ધી રહેવુ જરૂરી છે. આવી સ્પર્ધાથી લોકોની તંદુરસ્તી વધે છે.

    ગોંડલથી સાત યુવા મિત્રોનું ગ્રુપ વહેલી સવારથી જ મેરેથોનમાં ભાગ લેવા સતત ત્રીજા વર્ષે પણ પધાર્યુ હતું. જેમાના સાગર સાટોડિયા કહે છે કે અહીં આરોગ્ય માટે પબ્લીક અને ગવર્મેન્ટની જે અવેરનેસ છે તે અદભુત છે. નવી અને જૂની બંને પેઢી અહી સાથે મળી દોડી રહી છે. જે ખૂબ ખુશીની વાત છે.

    રાજકોટની નીતા પિપળિયાની ૧૦ વર્ષીય પુત્રી હેલીએ મેરેથોનમાં ભાગ લીધો હતો. નીતાબેન આ વિશે કશે છે કે આજના ટીવી ચેનલ્સ અને ઇન્ટરનેટ મોબાઇલના સમયમાં લોકોનું જીવન બેઠાડું બની ગયુ છે. શેરી રમતો બંધ થઇ ગઇ છે. જેના લીકે લોકોમાં મેદસ્વીતા સહિતની બિમારીઓ વધી રહી છે. આવા સંજોગોમાં આરએમસી દ્વારા લોકોને તંદુરસ્ત રાખવા માટે યોજાયેલ મેરેથોન દોડવીરોને માનસિક અને શારીરિક રીત ફીટ રાખે છે. મારી પુત્રીને છેલ્લા ૩ વર્ષથી હું આ મેરેથોનમાં ભાગ લેવડાવી રહી છે.

    રાજકોટની નિર્મલા સ્કુલમાં ફર્સ્ટમાં ૭ વર્ષની હાર્મિ પિપળિયા મેરેથોનમાં ભાગ લીધો હતો. તે કહે છે કે મને મોટી સંખ્યામાં ખૂબ બધા લોકો સાથે દોડવાની ખૂબ મજા પડી હતી.

    Source: Information Department, Gujarat