લોકોમાં વિજ્ઞાનના વિષય પરત્વે જાગૃતતા અને અભિરૂચિ કેળવાય તે હેતુથી રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિપ પ્રાગટય કર્યુ હતું અને ખાતમૂહૂર્તની તકતીનું અનાવરણવિધિ પણ કરી હતી. તેમજ સાયન્સ મ્યુઝિયમના મોડલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
અહીં ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલ છે. આ સાયન્સ મ્યુઝિયમ ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.
આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બેઈઝ આધારિત સાયન્સ ગેલેરી, એનર્જી એજયુકેશન ગેલેરી, બ્રોન્સાઇ ગેલેરી, મરીન નવીગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી અને ફિલ્ડ મેડલ ગેલેરી વિગેરેનો સમાવેશ કરાયેલ છે.
આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ભુજ નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, સાયન્સ અને ટેકનોલોજી વિજ્ઞાનના સેક્રેટરીશ્રી ધનજંય દ્રિવેદી, એડીશનલ સેક્રેટરી ડો.સુભાષ સોની, સાયન્સ સીટીના એકઝીકયુટીવ ડાયરેકટર એસ. ડી.વોરા, ગુજકાસ્ટના એડવાઈઝરશ્રી મેમ્બર સેક્રેટરી ડો.નરોત્તમ શાહુ, શ્રી સુમિત વ્યાસ, બિરજુ શાહ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ, આમંત્રીતો ઉપસ્થિત રહયા હતા.
Source: Information Department, Gujarat