મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુકત થયેલા પૂર્વ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં યોજાયેલા આ શપથ વિધિમાં ઊર્જામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ઊર્જા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
વીજ નિયમન પંચના સભ્યો સર્વ શ્રી મેહુલ ગાંધી અને એસ. આર. પાંડે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રી અનિલ મુકીમને GERCના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
Source: Information Department, Gujarat