Latest News

Gujarat CM visits overflowing Aaji Dam at Rajkot

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધાજ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા બાદ આ પ્રસંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૯મી જુને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ બરાબર એક મહીના પછી કુદરતની કૃપાથી આજરોજ ૨૯મી જુલાઇના રોજ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં કરેલ છે. અને ડેમ પણ ૨૯ ફુટની ઉંચાઇ ધરાવે છે. આમ ૨૯મી તારીખ રાજકોટ માટે શૂકનીયાળ સાબીત થઇ છે.

હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન  પરીસ્થિતીમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા  સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા આ વધામણાં વખતે તેમની સાથે ધારાસભ્યશ્રી સર્વશ્રી ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, કલેકટરશ્રી ડો. વિક્રાંત પાંડે, મ્યુ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહેલોત, અધિક્ષક ઇજનેર શ્રી ભાવેશ ચોવટીયા, પી.જી.વી.સી.એલના એમ.ડી શ્રી સુથાર, અગ્રણી સર્વશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મીરાણી, પુષ્કર પટેલ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Source: Information Department, Gujarat