આજે 18 થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.
દેશના 9 રાજ્યોમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે. આ રાજ્યોમાં 80 હજાર ડોઝ રસીકરણમાંથી 55 હજાર થી વધુ એકલા ગુજરાતમાં અપાયા હતા.
કોરોના સામેના જંગમાં વેક્સિન અત્યંત કારગર શસ્ત્ર છે ત્યારે આજની આ નિષ્ઠાપૂર્ણ કામગીરી બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય સેવા કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Source: Information Department, Gujarat