Latest News

Important MoUs between the State Government and the National Stock Exchange NSE: Another new step in the area of ​​ease of doing business

    • NSEની ટ્રેડ રિસીવેબલ યોજના અન્વયે MSME એકમોને પોતાના સપ્લાય સામે તુરત જ પૈસા મળશે
    • રિસ્ક ફેકટર ઓછું થતાં MSME એકમો બેન્ક ડેબ્ટથી બચી શકશે
    • NSE ઇર્મજ દ્વારા MSME ઊદ્યોગોને કેપિટલ ફંડ ઊભું કરવામાં મદદ
    • MSME એકમોને આયાત નિકાસ Export-Import માટે NSEની ફોરેકસ હેઇજીંગ પ્લેટફોર્મ સહાયક બનશે

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એકસચેન્જ NSE વચ્ચે રાજ્યના MSME ઊદ્યોગોને પબ્લીક ઇસ્યૂ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાના પહેલરૂપ એમ.ઓ.યુ ગાંધીનગરમાં સાકાર થયા છે. ગુજરાત સરકાર અને NSE વચ્ચે થયેલા આ મહત્વપૂર્ણ MoU પર રાજ્યના ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રવિ વારાણસી એ હસ્તાક્ષર કર્યા હતા.

    હવે, NSE દ્વારા ઇમ્પલીમેન્ટ થતી સ્કીમ અંતર્ગત MSME ઊદ્યોગો સરળતાથી પબ્લીક ઇસ્યૂ દ્વારા નાણાં ઉપલબ્ધ કરી શકશે. આ ઉપરાંત NSEની ટ્રેડ રિસીવેબલ ઇલેકટ્રોનિક સીસ્ટમ હેઠળ MSME ઊદ્યોગોને પોતાના ઉત્પાદન-સપ્લાય સામે ત્વરિત નાણાં મળતાં થવાથી ડીલે પેમેન્ટનો પ્રશ્ન હલ થશે. આના પરિણામે MSME એકમનું રિસ્ક ઓછું થઇ જશે અને બેન્ક ડેબ્ટમાંથી આવા ઊદ્યોગો બચી જશે.

    NSE ઇમર્જ દ્વારા MSME ઊદ્યોગોને કેપિટલ ફંડ ઊભૂં કરવામાં મદદ મળતી થશે અને MSME એકમો વધુ નાણાં મેળવી પોતાના ઊદ્યોગ-કારોબારનું યોગ્ય વિસ્તરણ કરવા સક્ષમ પણ બનશે. ગુજરાત સરકાર પણ પોતાની યોજના અંતર્ગત રૂ. પાંચ લાખની સહાય MSME દ્વારા કેપીટલ ફંડ ઊભું કરવા આપે છે.

    આ MoUની અન્ય એક વિશેષ ઉપલબ્ધિ એ છે કે, MSME ઊદ્યોગોને આયાત-નિકાસ એટલે કે ઇમ્પોર્ટ  – એકસપોર્ટ માટે NSE ફોરેકસ હેઝિંગ પ્લેટફોર્મની સુવિધા મળતી થશે. એટલું જ નહિ, હયાત MSME એકમોને વર્કીંગ કેપિટલના પ્રશ્નોના નિવારણમાં મોટી રાહત-સહાયતા મળતી થવાની છે. આ MoU સંપન્ન થવા અવસરે ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા, GIDCના એમ.ડી. શ્રી એમ. થેન્નારસન, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમરાની અને મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી પંચાલ સહિત ઊદ્યોગ-NSEના અધિકારીઓ પણ જોડાયા હતા.

     

    Source: Information Department, Gujarat