પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી આણંદ જિલ્લામાં થઇ રહી છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આણંદમાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પાંચ કરોડના અનુદાનના ચેકો કલેકટર ડો.ધવલ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડીયાને અર્પણ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વના રાજય ઉત્સવ નિમિત્તે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂા.૨.૫૦ કરોડ તથા જિલ્લાની નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂા.૨.૫૦ કરોડ સહિત કુલ રૂા.પાંચ કરોડના અનુદાનના ચેક મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા.
Source: Information Department, Gujarat