Latest News

Sisters tied Rakhi to CM, conveys best wishes to him

  “ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં ધન્યતા અનુભવુ છું” : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

  રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.”

  મુખ્યમંત્રીશ્રીએ આ પર્વની પૂર્વભૂમિકા આપતા કહ્યું કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વ એ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા અને પ્રગતિની કામના કરે છે.

  શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેના નેતૃત્વમાં મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા પહોંચી તે શુભ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ભારતીય તહેવારોની જન સહયોગ થી ઉજવણી ની પરંપરાનો શુભારંભ કર્યો હતો, જે આજે પણ જારી છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાતમાં થયેલા વરસાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પાવન પર્વએ પ્રભુપ્રસાદ તરીકે થયેલા અમીછાંટણા ખેડૂતો અને મૂંગા પશુઓ-પક્ષીઓને પણ રાહત આપશે.

  આ પાવન પર્વએ મંત્રી શ્રી વિભાવરીબહેન દવેએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી શુભકામના વ્યક્ત કરી હતી.

  Source: Information Department, Gujarat