કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.એમ. ડેશબોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
તેઓ ગુજરાતે વિજયભાઈ રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ.શાહે આ ડેશબોર્ડની કામગીરીની વિગતોથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી
શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય મંત્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ, સચિવ શ્રી અશ્વિનીકુમાર વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat