Latest News

Union Minister Shri Amitbhai Shah Inaugurated newly build Railway Station at Gandhinagar

    ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

    શ્રી અમિતભાઇએ ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ (મોન્યુમેન્ટલ ફ્લેગ)નું લોકાર્પણ કર્યું હતું. 30X20 ફૂટનો આ સ્મારકીય રાષ્ટ્રીય ધ્વજ 100 ફીટ ઊંચા સ્તંભ પર સ્થાપિત કરવામાં આવ્યો છે.

    કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર, સાબરમતી, મોટી આદરજ, ખોડીયાર, ડભોડા અને રખીયાલ રેલવે સ્ટેશન પર વાઇ-ફાઇની સુવિધા ઉપરાંત ચાંદલોડિયા અને કલોલ સ્ટેશન પર યાત્રી સૂચના પ્રણાલી સુવિધા તથા સાબરમતી રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રીક ચાર્ટ ડિસ્પ્લે અને છારોડી તથા સાણંદ સ્ટેશનના પુન:નિર્મિત પ્લેટફોર્મની તકતીનું અનાવરણ કર્યું હતું.

    Source: Information Department, Gujarat