Latest News

Union Minister Shri Amit Shah inaugurates 4-lane flyover bridge near Hebatpur in Ahmedabad

  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ 

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરને તેના 23માં રેલ્વે ઓવરબ્રિજની ભેટ આપતા કેન્દ્રીય મંત્રીશ્રી

  ………………

  ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં આવાગમન સરળ બન્યું છે અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે.

  પરિવહન માર્ગોને ફાટક મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે અમદાવાદ શહેરને તેના આ ત્રેવીસમા રેલવે ઓવરબ્રિજની કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ભેટ મળી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 22 રેલવે ઓવરબ્રિજ કાર્યરત છે.

  આ અવસરે મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat