Latest News

On World Environment Day, CM Attends ‘Connect to Nature’ Prog at Indroda Park, Feeds Animals-Birds

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસની સવારે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઊદ્યાનમાં પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું ‘કનેકટ-ટૂ નેચર’નું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયુ હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણી કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય સવારે ૭ વાગ્યે આ ઊદ્યાન પહોચ્યા હતા અને કુદરતી વાતાવરણના સાનિધ્યે મોર-ઢેલ-પક્ષીઓને ચણ તથા હરણાંઓને ઘાસચારો આપ્યા હતા.

       મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ કહ્યું કે, પ્રકૃતિ-કુદરતી સંશાધનો-વૃક્ષો-પશુ પક્ષીઓની રક્ષા અને તેમની સાથે જોડાઇને સ્વહિતથી ઉપર ઉઠી પંચતત્વ સાથે પીંડને જોડવાનો આપણો સાંસ્કૃતિક ભાવ જ પર્યાવરણ જતન માટેનો ઉત્તમ માર્ગ છે.

       તેમણે વૃક્ષાચ્છાદિત ધરતીથી વધુ હરિયાળી, વધુ વરસાદની પ્રેરણા આપતાં એમ પણ જણાવ્યું કે, આ જૂન માસમાં પાંચમી જૂને પર્યાવરણ દિવસ અને ર૧મી જૂને યોગ દિવસની ઉજવણી થકી સ્વસ્થ તન-મન અને પ્રફુલ્લિત જીવનની વિભાવના સૌ સાકાર કરશે.

   ધારાસભ્યશ્રી અશોકભાઇ પટેલ, મેયરશ્રી પ્રવિણભાઇ વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat