મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ શંકરતળાવ ખાતે ફલેર કંપનીના નવા ઉત્પાદન એકમનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ધરતી બેસ્ટ ઇન્વેસ્ટર ડેસ્ટીનેશન બન્યુ હોવાનું જણાવી, ગુજરાતમાં પ્લાન્ટ પ્રસ્થાપિત કરી, સ્થાનિકોને રોજગારીનો અવસર પુરો પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ફલેર કંપનીના પટાંગણમાં જૈન ઉપાશ્રયો માટે વિહારધામ બનાવવાનું પણ ભુમિપુજન કર્યું હતું. જૈન મુનિ કે.સી.મહારાજે તેમને આશીર્વચન […]