મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નવરાત્રી મહોત્સવ એ હવે વૈશ્વિક ઉત્સવ સમા ગુજરાતની ઓળખનો મહોત્સવ બન્યો છે એવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહયું કે ગુજરાતના ગરબા ઉત્સવે રોજીંદા જનજીવનને નવી પ્રેરણા વાયબ્રન્સી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ગુજરાત પ્રવાસન નિગમ આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૭નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ […]