તા. ૨૧મી મે ગુરૂવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ૬૯૯ સ્પેશ્યલ ટ્રેન મારફતે ૧૦ લાખ ૧૫ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા

Posted on 22, May 2020

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૨મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૭૫૪ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૧ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.૨૧મી મે મધ્યરાત્રિ  સુધીમાં  સમગ્ર દેશમાંથી દોડેલી  કુલ ૨,૩૧૭  શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત આશરે ૩૧ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે.

આ ૨,૩૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પૈકી ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે. આ ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી  આશરે ૧૦ લાખ ૧૫ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં સુપેરે પહોચાડવાની વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં જણાવ્યું કે તા.૨૧મી મે ની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો – કામદારોને વતન રાજ્ય મોકલવા માટે જે ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૪૬૨, બિહાર માટે ૧૨૬, છત્તીસગઢ માટે ૧૦, જમ્મુ-કાશ્મીર માટે ૦૧, ઝારખંડ માટે ૨૪, મધ્યપ્રદેશ માટે ૨૪, મહારાષ્ટ્ર માટે ૦૧, મણીપુર માટે ૦૧, ઓરિસ્સા માટે ૪૦, રાજસ્થાન માટે ૦૧, તમિલનાડુ માટે ૦૨, પશ્ચિમ બંગાળ માટે ૦૨, ઉત્તરાખંડ માટે ૦૫ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફત આશરે ૧૦ લાખ ૧૫ હજાર જેટલા  શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

હવે, તા.૨૨મી મે , શુક્રવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૫૫ ટ્રેન દ્વારા ૮૫ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૧ ટ્રેન, બિહાર માટે ૨૯ ટ્રેન, ઝારખંડ માટે ૦૩ ટ્રેન અને છત્તીસગઢ માટે ૦૨ ટ્રેન દોડશે.

આ ૫૫ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. તેમાં અમદાવાદમાંથી ૦૯ ટ્રેન, ભરૂચમાંથી ૦૩ ટ્રેન, ગાંધીધામમાંથી ૦૨ ટ્રેન, ગાંધીનગરમાંથી ૦૧ ટ્રેન, જુનાગઢમાંથી ૦૧ ટ્રેન, રાજકોટમાંથી ૦૩ ટ્રેન, સુરતમાંથી ૩૫ ટ્રેન અને વડોદરામાંથી ૦૧ ટ્રેન મળી કુલ ૫૫ સ્પેશ્યલ શ્રમિક ટ્રેન દોડશે.

શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, તા.ર૧મી મે ની મધ્યરાત્રિ સુધીની ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન તથા શુક્રવાર તા.રરમી મે ની વધુ પપ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મળીને કુલ ૭પ૪ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના માધ્યમથી ૧૧ લાખ જેટલા શ્રમિકો ગુજરાતમાંથી પોતાના વતન રાજ્યોમાં ગયા છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.

Source: Information Department, Gujarat